ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WHOમાં ભારતનું કદ વધ્યું, ડૉ. હર્ષવર્ધન બન્યા બોર્ડના કાર્યકારી અધ્યક્ષ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન WHOમાં જાપાનના ડૉ.હિરોકી નકાતાનીની જગ્યા લેશે, જે ડબ્લ્યુએચઓનાં 34 સભ્યોનાં બોર્ડના વર્તમાન અધ્યક્ષ છે. મહત્વનું છે કે, ભારતને WHOના કાર્યકારી બોર્ડમાં સમાવિષ્ટ કરવાના પ્રસ્તાવને મંગળવારે મંજૂરી મળી હતી.

Vardhan takes charge as WHO Executive Board chairman
WHOમાં ભારતનું કદ વધ્યું, ડૉ. હર્ષવર્ધન બન્યા બોર્ડના કાર્યકારી અધ્યક્ષ

By

Published : May 22, 2020, 7:49 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન આજે એટલે કે 22 મેના રોજ 34 મેમ્બર ધરાવતા વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ પદનો હવાલો સંભાળશે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડૉ. હર્ષવર્ધન જાપાનના ડૉ. હિરોકી નકાતાનીની જગ્યા લેશે.

194 દેશોએ હસ્તાક્ષર કર્યા

ભારતને WHOના કારોબારી બોર્ડમાં સામેલ કરવાની દરખાસ્તને મંગળવારે મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત 194 દેશોએ આ દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા હતાં. WHOના સાઉથ ઈસ્ટ એશિયા ગ્રૂપે ગત વર્ષે સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે, ભારતને ત્રણ વર્ષની મુદ્દત માટે એક્ઝિક્યુટિવ બોર્ડમાં ચૂંટવામાં આવશે.

બોર્ડમાં 34 લોકો સામેલ

નોંધાનીય છે કે, WHOના કાર્યકારી બોર્ડમાં 34 સભ્યો હોય છે, જે સ્વાસ્થ્યના ક્ષેત્રની લાયકાત ધરાવતા હોય છે. દરેક વ્યક્તિને સભ્ય દેશ નિમણૂક કરે છે. સભ્ય દેશોને ત્રણ વર્ષના કાર્યકાળ માટે પસંદ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details