ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંતકવાદી હુમલાના ગુનેગારો ક્યાં છુપાય છે તે દુનિયા જાણે છે, PM મોદીનો પાકિસ્તાનને સણસણતો તમાચો

હ્યુસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમના સંબોધનમાં અનેક મુદ્દે બેબાકીથી પોતાની વાત રજૂ કરી છે. તેમણે 50 હજાર અમેરિકન ભારતીયો વચ્ચે ભારતના વિકાસથી માંડી તેમની સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત તેમણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઉપસ્થિતિમાં પાકિસ્તાનને આંતકવાદ મુદ્દે આડેહાથ લીધું હતુ.

By

Published : Sep 23, 2019, 1:56 AM IST

Updated : Sep 23, 2019, 4:10 AM IST

howdy-modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન વિરૂદ્ધ ફરી એકવાર સખ્ત વલણ દર્શાવ્યું છે. હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાન PM મોદીએ આંતકવાદ વિરુદ્ઘ નિર્ણાયક લડાઈનું આહ્વાન કર્યું છે. અમેરિકા પણ આંતકવાદ સામેની લડાઈમાં સાથે હોવાનું જણાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય અંશ

  • અમે દેશમાં એક ટ્રાન્સપરન્ટ ઈકોસિસ્ટમ બનાવી રહ્યા છે, જેથી વિકાસનો લાભ તમામ ભારતીય સુધી પહોંચે.
  • 70 વર્ષોથી ચાલી આવેલી કલમ 370ને ભારતે નષ્ટ કરી દીધી છે, આ કલમનો આતંકવાદીઓ અને અલગાવાદીઓ ભરપૂર ફાયદો ઉઠાવતી હતી.
  • આમ તો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મને TUFF NIGOTIAOR કહે છએ. પરંતુ તેઓ પોતે પમ THE ART OF THE DEALમાં ઉસ્તાદ છે. હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું.
  • વિવિધતામાં એકતા આપણી સંસ્કૃતિ છે અને વિશેષતા પણ. ભારતની આ જ DIVERSITY અમારી વાઈબ્રન્ટ લોકશાહીનો આધાર છે. તે જ અમારી શક્તિ અને પ્રેરણા છે.
  • ભારતમાં ઘણું બધું થઈ રહ્યું છે. ઘણું બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ કરવાની ઈચ્છા શક્તિ સાથે અમે આગળ વધી રહ્યાં છે.
  • અમે નવા પડકારો અને તેની સામે લડવાની જીદ પર અડગ છે.
  • અમેરિકામાં 9/11 હોય કે 26/11 હોય, તેના આરોપીઓ ક્યાંથી ઝડપાય છે, તે દુનિયા જાણે છ
  • ભારત સામે 70 વર્ષથી એક પડકાર હતો, જેને થોડા દિવસ પહેલા જ વિદાય આપી દીધી.
  • કલમ 370એ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારથી વંચિત રખાયા. તે જ અધિકારો તેમને અપાવ્યા છે.
  • ભારતીય બંધારણ મુજબ જે અધિકારો અન્ય ભારતીયોને અપાયા છે, તે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને પણ આપી દેવાયા છે. ત્યાંના બાળકો, મહિલાઓ અને દલિતો સાથે થતો અત્યાચાર બંધ થઈ જશે.
  • રેલીના દ્રશ્યો જોઈ PM મોદીએ કહ્યું કે આ જે દ્રશ્ય છે, આ જે માહોલ છે, તે અકલ્પનીય છે. આ અપાર જનસમૂહની ઉપસ્થિતિ આંકડાઓ સુધી સિમિત નથી. આજે અહીં આપણે એક નવી હીસ્ટ્રી(ઈતિહાસ) અને કેમેસ્ટ્રી બનતી જોઈ રહ્યાં છે.
  • કેન્દ્ર અને રાજ્યની લગભગ 10,000 સુવિધાઓ ઓનલાઈન છે. પાસપોર્ટ બનાવવા માટે મહિના થઈ જતા હતા, જે ગણતરીના દિવસોમાં જ થઈ જાય છે.
  • આજે ભારતમાં સૌથી વધુ ચર્ચાતો શબ્દ વિકાસ છે. સૌથી મોટો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. સૌથી મોટી નીતિ છે, જનભાગીદારી અને સૌથી મોટો સંકલ્પ છે ન્યુ ઈન્ડિયા.
  • સાત દશકાઓ સુધી ગ્રામીણ સ્વચ્છતા 38 ટકા રહી, અમે પાંચ વર્ષમાં 11 કરોડ શૌચાલય બનાવ્યા છે. આજે ભારતની ગ્રામીણ સ્વચ્છતા 99 ટકા છે.
Last Updated : Sep 23, 2019, 4:10 AM IST

ABOUT THE AUTHOR

...view details