અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે હ્યુસ્ટન ખાતે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમને અભૂદપૂર્વ ગણાવ્યો છે. તેમણે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્વીટ કરી લખ્યું કે, અમેરિકા ભારતને પ્રેમ કરે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતના વિદેશ વિભાગના પ્રવક્તા રવીશ કુમારના ટ્વીટને રીટ્વીટ કરતા અમેરિકા-ભારતના સંબંધો અંગે મહત્વપૂર્ણ વાત રજૂ કરી છે.
Howdy Modi LIVE: 'યે દોસ્તી હમ નહીં તોડેંગે', 2 રાષ્ટ્રના વડાઓ જય-વિરૂની ભૂમિકામાં
06:52 September 23
અમેરિકા ભારતને પ્રેમ કરે છે, હાઉડી મોદી બાદ ટ્રમ્પનું ટ્વીટ
06:17 September 23
હાઉડી મોદી કાર્યક્રમમાં ચરોતરના પદાધિકારીઓ પણ જોડાયા
અમેરિકાના હ્યુસ્ટન ખાતે યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેષ પટેલ પણ જોડાયા હતા. જેની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર રજૂ કરી છે.
01:18 September 23
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને પરિવાર સાથે ભારત આવવા આપ્યું આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. PM મોદીએ કહ્યું, આપણી મિત્રતા આપણા સ્વપ્નો અને આપણા જીવંત ભવિષ્યને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
21:52 September 22
વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ
યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે એનઆરજી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર
19:48 September 22
હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ડ્રમના તાલ પર લોકો ઝુમ્યા
નરેન્દ્ર મોદીના આગમન પહેલા ટેક્સાસના હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ડ્રમ વગાડવામાં આવી રહ્યા છે. ઢોલના તાલે લોકો ઝુમી રહ્યાં છે. જયાં થોડી વારમાં PM મોદી લોકોને સંબોધશે.
19:22 September 22
ડોનાલ્ડ ટ્ર્મ્પનું સંબોધન
હ્યુસ્ટન: વડાપ્રધાન મોદી 7 દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદી હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજાર લોકો સામેલ થવાની શક્યતા છે. હ્યુસ્ટન એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીયો NRG સ્ટેડિયમમાં પહોંચી રહ્યાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેક્સાસના હ્યુસ્ટન માટે રવાના થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બંને આ કાર્યક્રમમાં ભાગ લેશે. સુરતી સ્પર્શ શાહ રાષ્ટ્રગીત ગાશે. વડાપ્રધાન મોદી માટે ખાસ નમો થાળીનું આયોજન કરવામાં આવ્યું છે.