હૈદરાબાદ (તેલંગાણા): કોવિડ-19 જેવી ઇમરજન્સીનો સામનો કરવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે અન્ય કેટલાક મંત્રાલયોને સાથે રાખીને ત્રણ સપ્તાહના રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉન સાથે એક તબક્કાવાર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વાયરસના ચેપને નિયંત્રિત કરવા માટે આરોગ્યસંભાળ માટે રૂ. 15,000નું કરોડની નાણાકીય સહાય, તબીબી વ્યવસાયિકો માટે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટને સઘન બનાવવા, આઇસોલોશન વોર્ડ અને આઈસીયુ પથારીમાં વધારો કરવો, અને મેડિકલ અને પેરામેડિકલ કર્મચારીઓને તાલીમ જેવા સઘન પગલા લેવાઇ રહ્યા છે.
કોરોના વાયરસ સામેના યુદ્ધ માટે આ ઉપરાંત અન્ય કેટલીય યોજનાઓ પર પણ વિચારવિમર્શ થઇ રહ્યો છે જેમાં કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ્સ પ્રેપરેડનેસ પ્રોજેક્ટ, એનવાયર્નમેન્ટલ એન્ડ સોશિયલ કમિટમેન્ટ પ્લાન સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે.
ફાસ્ટ ટ્રેક કોવિડ-19 રિસ્પોન્સ પ્રોગ્રામ 1ના ભાગ રૂપે પ્રસ્તાવિત ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ્સ પ્રિપરેડનેસ પ્રોજેક્ટ એ વર્લ્ડ બેન્કની કોવિડ-19 ફાસ્ટ-ટ્રેક સુવિધામાંથી 50 કરોડ ડોલરની સહાય સાથેનો ચાર વર્ષનો પ્રોજેક્ટ છે.
આ પ્રોજેક્ટ હેઠળ અલગ તારવવામાં આવેલા અગ્રતાવાળા ક્ષેત્રો, ભારત સરકારના પ્રતિભાવ આધારિત અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ રીતભાત તેમજ કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ પર WHOની માર્ગદર્શક નોંધ દ્વારા સૂચિત છે.
સૂચિત ઇન્ડિયા કોવિડ-19 ઇમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ્સ પ્રિપરેડનેસ પ્રોજેક્ટનો ઉદ્દેશ કોવિડ-19ની દહેશતનો સામનો કરવાનો અને તેનું શમન કરવાનો તેમજ ભારતમાં જાહેર આરોગ્ય તૈયારી માટે રાષ્ટ્રીય પ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો છે.
પ્રોજેક્ટના કેટલાક મહત્વના સૂચકો નીચે મુજબ છે:
લેબોરટરીમાં પુષ્ટિ થયેલા હોય અને 48 કલાકની અંદર તેના પર પ્રતિભાવ અપાયો હોય તેવા કોવિડ-19ના કેસોનું પ્રમાણ;
SARS-COV-2 માટેના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા હોય અને WHO દ્વારા નિર્ધારીત કરાયેલા સમયગાળામાં પુષ્ટિ થયા હોય તેવા નમૂનાનું પ્રમાણ
કોવિડ-19 અને/અથવા સીઝનલ ઇનફ્લુએન્ઝાના ત્રણ મુખ્ય લક્ષણો ઓળખી શકે તેમજ અંગત અટકાયત પગલાં જાણતી હોય તેવી વસતીનું પ્રમાણ (પ્રતિનિધિત્વ વસતી સરવે દ્વારા મુલ્યાંકન કરાયા મુજબ).
પ્રોજેક્ટના વિવિધ ઘટકો નીચે મુજબ છે:
1.ઇમરજન્સી COVID-19 રિસ્પોન્સ
2.અટકાયત અને સજ્જતાને ટેકો આપવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવી
3.વૈશ્વિક મહામારી અંગે સંશોધન સઘન કરવું અને એક આરોગ્ય માટે બહુ-ક્ષેત્રીય, રાષ્ટ્રીય સંસ્થાઓ અને મંચો સઘન કરવા
4. સામુદાયિક સામેલગીરી અન જોખમ સંચાર
5.અમલ વ્યવસ્થાપન અને દેખરેખ અને મૂલ્યાંકન
6. આકસ્મિક કટોકટી પ્રતિભાવ ઘટક (CERC)
COVID-19 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપરેડનેસ પ્રોજેક્ટ:
ભારત ગણરાજ્ય (જેનો હવે પછી ગ્રાહક તરીકે ઉલ્લેખ થશે) નીચેના મંત્રાલયો/એજન્સીઓ/એકમોને સાથે રાખીને કોવિડ-10 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ્સ પ્રિપરેડનેસ પ્રોજેક્ટ (જેનો હવે પછી પ્રોજેક્ટ તરીકે ઉલ્લેખ થશે)નો અમલ કરશેઃ આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલય (MoHFW), ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC). ઇન્ટરનેશનલ બેન્ક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ (જેનો હવે પછી બેન્ક તરીકે ઉલ્લેખ થશે) પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય આપવા માટે સંમત થઇ છે.
ગ્રાહક ભૌતિક પગલાં અને કાર્યવાહીઓનો અમલ કરશે જેથી કરીને પ્રોજેક્ટનો પર્યાવરણીય અને સામાજિક માપદંડો (ESSs)ને અનુરૂપ અમલ થાય. આ એનવાયર્નમેન્ટલ એન્ડ સોશિયલ કમિટમેન્ટ પ્લાન (ESCP) ભૌતિક પગલાં અને કાર્યવાહીઓ, કોઇ ચોક્કસ દસ્તાવેજો કે યોજનાઓ તેમજ આ પ્રત્યેક માટે સમય નિર્ધારીત કરે છે.
ગ્રાહક ESCPની તમામ જરૂરિયાતોનું પાલન કરવા માટે જવાબદાર છે, ફકરા નંબર 1માં ઉલ્લેખ કરેલી સંસ્થાઓ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (MoHFW), ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC) ચોક્કસ ભૌતિક પગલાં કે કાર્યવાહીનો સંયુક્ત રીતે અથવા સ્વતંત્ર રીતે અમલ કરે તો પણ.
ESCPમાં નિર્ધારીત કરવામાં આવેલા ભૌતિક પગલાં અને કાર્યવાહીઓના અમલ પર ESCPની જરૂરિયાત અને કાનૂની કરારની શરતો મુજબ ગ્રાહક દ્વારા દેખરેખ રખાશે અને તેની બેન્કને જાણ કરવામાં આવશે. અને બેન્ક પ્રોજેક્ટના સમગ્ર અમલીકરણ દરમિયાન ભૌતિક પગલાં અને કાર્યવાહીઓની પ્રગતી અને પૂર્ણતા પર દેખરેખ રાખશે અને તેનું મૂલ્યાંકન કરશે.
પ્રોજેક્ટ ફેરફારો અને અણધાર્યા સંજોગોના અનુકૂલનશીલ વ્યવસ્થાપનને પ્રતિબિંબિત કરવા માટે અથવા ESCP હેઠળ હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ દેખાવના મૂલ્યાંકનના પ્રતિભાવ તરીકે બેન્ક અને ગ્રાહક દ્વારા સંમત થયા મુજબ આ ESCPમાં પ્રોજેક્ટ અમલીકરણ દરમિયાન વખતો વખત સુધારો વધારો થતો રહેશે. આવી પરિસ્થિતિઓમાં ગ્રાહક ફેરફારો અંગે બેન્ક સાથે સહમત થશે અને ફેરફારોનો અમલ કરવા માટે ESCPમાં આવશ્યક સુધારો વધારો કરશે. ESCPમાં ફેરફારો અંગે દસ્તાવેજીકરણ થશે અને તેના માટે બેન્ક અને ગ્રાહક વચ્ચે હસ્તાક્ષર કરાયેલા પત્રોની આપ-લે થશે. ગ્રાહક તુરંત જ ESCPમાં સુધારા અંગે બેન્કને જાણ કરશે.
પ્રોજેક્ટના અમલ દરમિયાન જ્યાં પ્રોજેક્ટ ફેરફારો, અણધાર્યા સંજોગો કે પ્રોજેક્ટ દેખાવ જોખમો અને અસરમાં ફેરફારમાં પરિણમે ત્યાં આવા જોખમો અને અસરોને ઉકેલવા માટે ગ્રાહક જરૂર પડે તો વધારાનું ભંડોળ અને સંસાધનો પૂરા પાડશે.
અસરકારક અને સાનુકૂળ સામેલગીરીના ઉદ્દેશ માટે પ્રસ્તાવિત પ્રોજેક્ટ(સ)ના હિતધારકોને નીચેની મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છેઃ
• અસરગ્રસ્ત પક્ષકારો– પ્રોજેક્ટને કારણે અસર પામેલા એવા કોઇ પણ વ્યક્તિઓ, જૂથો અને અન્ય સંસ્થાઓ કે જેઓ પ્રોજેક્ટ દ્વારા (વાસ્તવિક રીતે અથવા સંભવિત રીતે) સીધા પ્રભાવિત થયા છે અને/અથવા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ફેરફારો પ્રત્યે સૌથી વધુ શંકાસ્પદ તરીકે ઓળખાયેલા છે, અને જેમને અસરો અને તેના મહત્વની ઓળખ કરવામાં તેમજ શમન અને વ્યવસ્થાપન પગલાં અંગે નિર્ણય લેવામાં ઘનિષ્ઠ રીતે સામેલ કરવાની જરૂર છે;
•રસ ધરાવતા અન્ય પક્ષકારો –એવી વ્યક્તિઓ/જૂથો/સંસ્થાઓ કે જેમને પ્રોજેક્ટને કારણે કદાચ સીધી અસર ના થાય પરંતું તેમને એમ લાગતું હોય કે પ્રોજેક્ટને કારણે તેમના હિતોને અસર થઇ રહી છે અને એવા લોકો કે જેઓ પ્રોજેક્ટ અને તેના અમલની પ્રક્રિયાને કોઇક રીતે અસર કરતા હોય; અને
• અસુરક્ષિત જૂથો –એવી વ્યક્તિઓ કે જેમને પ્રોજેક્ટના અમલને કારણે ખુબ જ મોટી અસર થતી હોય અથવા તેમના અસુરક્ષિત દરજ્જાને કારણે અન્ય કોઇ પણ જૂથની તુલનાએ તેમને વધુ ગેરલાભ થતો હોય, અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પરામર્શ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમનું સમાન પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે વિશેષ સામેલગીરી પ્રયાસોની જરૂર હોય.
જાગૃતિ પ્રવૃત્તિઓ માટે પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ નીચે મુજબના પગલાં અને કાર્યવાહીઓને સહાય કરશેઃ
સામાજિક અંતર પગલાં જેમકે શાળા, રેસ્ટોરાં, ધાર્મિક સંસ્થા અને કાફે બંધ કરવા તેમજ મોટા મેળાવડાઓ (દા.ત. લગ્ન) ઘટાડવા
(ii) ચેપને ફેલાતો અટકાવા માટે અંગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા જેવા અટકાયતી પગલાં, વારંવાર હાથ ધોવા અને યોગ્ય રસોઇને પ્રોત્સાહન આપવું, અને માસ્કનું વિતરણ અને ઉપયોગ તેમજ વૈશ્વિક મહામારીનું સંક્રમણ ધીમું પાડવામાં સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવું અને તે અંગે જાગૃતિ લાવવી
(iii) મુખ્ય અટકાયતી વર્તણૂકો (હાથ ધોવા વગેરે)ને ટેકો આપવા માટે સર્વાંગી સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન (SBCC) વ્યૂહરચના ઘડવી, સામુદાયિક હેરફેર કે જે વિશ્વાસપાત્ર અને અસરકારક સંસ્થાઓ દ્વારા હાથ ધરાશે અને સ્થાનિક વસતીમાં પહોંચે તેવી પદ્ધતિઓ અપનાવવી અને ટીવી, રેડિયો, સોશિયલ મીડિયા અને મુદ્રિત સામગ્રીઓ તેમજ સામુદાયિક આરોગ્ય કર્મચારીઓનો ઉપયોગ કરવો
(iv) અસુરક્ષિત સમુદાયો માટે માનસિક આરોગ્ય અને મનોચિકિત્સા સેવાઓની જાગૃતિ અને જોગવાઇ.
પગલાં અને કાર્યવાહીઓની નિયમિત દેખરેખ અને નોંધણીઃ
પ્રોજેક્ટના પર્યાવરણીય, સામાજિક, આરોગ્ય અને સલામતી (ESHS) દેખાવ પર નિયમિત મોનિટરિંગ રિપોર્ટ્સ તેમજ હિતધારક સામેલગીરી પ્રવૃત્તિઓ અને ફરિયાદ નિવારણના અહેવાલો MOHFW, ICMR, NCDC જેવી સંસ્થાઓએ બેન્કને ત્રિમાસિક ધોરણે જમા કરાવવા જોઇએ.
પર્યાવરણીય અને સામાજિક જોખમ અને અસરોનું મૂલ્યાંકન અને વ્યવસ્થાપનઃ
આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય એક આરોગ્ય અને સલામતી નિષ્ણાત અને સામાજિક નિષ્ણાત સહિત લાયકાતપૂર્ણ સ્ટાફ સાથે PMU સ્થાપિત કરશે અને જાળવશે અને પ્રોજેક્ટ ESHSના જોખમો અને અસરો તેમજ ESMFના વ્યવસ્થાપનને સહાય કરવા સંસાધન પૂરા પાડશે. જો અન્ય અમલકર્તા એજન્સીઓ દ્વારા કોઇ વધારાનું PIU સ્થાપિત કરવામાં આવે તો સામાજિક અને પર્યાવરણીય સલામતી ક્ષમતાઓને સામેલ કરવામાં આવશે.
અમલની તારીખના ત્રણ મહિનાની અંદર પ્રોજેક્ટ માટે એક PMU સંયોજક, એક આરોગ્ય અને સલામતી નિષ્ણાત અને એક સામાજિક નિષ્ણાત નિયુક્ત કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ અમલીકરણ દરમિયાન PIU/PMUની જાળવણી કરવામાં આવશે અને તેની જવાબદારી MOHFW, ICMR, NCDCને માથે રહેશે.
પર્યાવરણીય અને સામાજિક મૂલ્યાંકન/વ્યવસ્થાપન યોજનાઓ અને સાધનો