ન્યૂઝ ડેસ્કઃ ત્રીસ પછીની વય એવો સમય છે, જ્યારે તમારૂં શરીર મોટા ફેરફારોમાંથી પસાર થાય છે. તમારે એવી ઘણી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, જેની ઉંમરની વીસીમાં તમે કદીયે પરવા ન કરી હોય. શરીરમાં અચાનક જ શરૂ થઇ જતા દુખાવાથી લઇને ચયાપચયના દરમાં ઘટાડા અને કિડનીમાં પથરીના વધતા જોખમ તથા યુટીઆઇ સહિતની તકલીફોનો સમાવેશ થાય છે. સદ્ભભાગ્યે ઉંમરની ત્રીસીમાં તમે સ્વયંની કાળજી લઇ શકો, તેવા કેટલાક ચોક્કસ સરળ ઉપાયો છે. તે પૈકીના કેટલાક ઉપાયો અહીં રજૂ કરવામાં આવ્યા છેઃ
તમે શું આરોગો છો, તેના પર ધ્યાન આપોઃ
થર્ટીઝ એ આપણાં શરીરમાં થતા ફેરફારો અનુસાર જીવનશૈલીમાં કેટલાક પરિવર્તનોને અપનાવવાનો સમય છે. થર્ટીઝ અગાઉના સમયમાં તમે વધુ સ્વતંત્ર હોવ છો, કારણ કે તે સમયે તમારા શરીરનાં અંગો શ્રેષ્ઠ રીતે કાર્ય કરતાં હોય છે. આ કાર્યો થર્ટીઝ પછી ધીમાં પડે છે. આથી, આ વયે પ્રોસેસ્ડ, તેલયુક્ત, મસાલાવાળા અને ગળ્યા ખાદ્ય પદાર્થોનું સેવન શક્ય તેટલું ઓછું કરી નાંખવું. તેને સ્થાને આહારમાં સલાડ, ફળો, લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ફાઇબર વધુ પ્રમાણમાં હોય તેવા પદાર્થોને સ્થાન આપવું જોઇએ, કારણ કે આવા પદાર્થો કોલેસ્ટરોલ, હૃદયની તકલીફો, હાઇપર ટેન્શન વગેરે ઘટાડવામાં મદદરૂપ થાય છે. સાથે જ, માતાની વાંત સાંભળીને નિયત સમયે ભોજન આરોગવાનું ભૂલશો નહીં!
કસરત કરવાનું શરૂ કરી દો
આ વાત તમે અત્યાર સુધીમાં સેંકડો વખત સાંભળી ચૂક્યા હશો અને હવે તેના પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. શરીરની ફિટનેસ માટે સાનુકૂળ સમય ફાળવો. આ માટે, વોકિંગ, ધીમું જોગિંગ, સિટ અપ્સ વગેરે જેવી હળવી કસરતોથી શરૂઆત કરી શકાય. ત્યાર બાદ વધુ કસરત કરવી. આ દરમિયાન તમે પ્રોફેશનલના સંપર્કમાં રહો, તે હિતાવહ છે, જેથી તેઓ તમને સાચી સલાહ આપી શકે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે, નિયમિતપણે એક્સરસાઇઝ કરવાથી શરીરનાં અંગો તથા શરીરની વ્યવસ્થા તંદુરસ્ત રીતે કાર્ય કરી શકે છે.