ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મહામારીમાં રક્ષાબંધન કેવી રીતે ઉજવશો ? - Rakhis for police

કોરોના મહામારીમાં ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પહેલાની જેમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં નહીં આવે. આ મહામારીને કારણે લોકો પોતાના ઘરમાં છે. બજારો પણ ખાલી છે અને પહેલા જેવી ભીડ જોવા નથી મળી. પરંતુ આ વખતે રક્ષાબંધન ડિજિટલ હશે.

ChangingTrends Of Raksha Bandhan
કોરોના મહામારીમાં રક્ષાબંધન કેવી રીતે ઉજવશો ?

By

Published : Aug 3, 2020, 4:20 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કોરોના મહામારીમાં ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પહેલાની જેમ ઉત્સાહપૂર્વક ઉજવવામાં નહીં આવે. આ મહામારીને કારણે લોકો પોતાના ઘરમાં છે. બજારો પણ ખાલી છે અને પહેલા જેવી ભીડ જોવા નથી મળી. પરંતુ આ વખતે રક્ષાબંધન ડિજિટલ હશે.

મનોચિકિત્સક ડૉ.વીના કૃષ્નને જણાવ્યું હતું કે, 'પરિસ્થિતિને જોતાં એવું લાગી રહ્યું છે કે, લોકોમાં ભય વધારે છે. લોકો દુવિધામાં છે કે પહેલાની જેમ રક્ષાબંધન ઉજવવી કે નહીં. પરંતુ નિરાશ થવાની જરુર નથી. ભલે પહેલાની જેમ ઉત્સવને માણી ના શકીએ, પરંતુ ઘરમાં સલામતીની બધી તકેદારી રાખીને આપણે ઉત્સવ ઉજવી શકીએ છીએ.'

વધુમાં ડૉ.વીનાએ જણાવ્યું હતું કે, 'આ વખતે ભાઈ બહેન એકબીજાને મળી નહીં શકે, પરંતુ આ ડિજિટલ યુગમાં તમે વીડિયો કૉલિંગ દ્વારા તમે વાત કરી શકો છો. આમ કરવાથી ભાઈ બહેનના સંબંધો મજબૂત બનશે અને આ મહામારીના સમયમાં તમે પોતાની લાગણી પોતાના ઘરવાળા અને ભાઈ બહેનને કહી શકો છો.'

આ વર્ષનો ટ્રેન્ડ શું છે ?

  • ઉત્સવને ઉજવતી વખતે સલામતીનું ધ્યાન રાખો
  • જો કોઈ નજીકમાં રહેતા પરિવારને મળવા જાઓ તો માસ્ક, ગ્લોવ્ઝ અને અન્ય સલામતીનું ધ્યાન રાખો
  • એ ખાતરી કરી લો કે હાથ વ્યવસ્થિત સેનિટાઈઝ કર્યા છે કે નહીં
  • બજારમાં મીઠાઈ ખરીદવાની જગ્યાએ ઘરમાં જ મીઠાઈ બનાવવી
  • ગિફ્ટમાં ચોકલેટ આપવાની જગ્યાએ ફ્રૂટ અથવા માસ્ક, સેનિટાઈઝર પણ આપી શકો છો

ઉત્સવનો મહિમા તો એ જ છે પરંતુ મહામારી પછી સમય બદલાઈ ગયો છે. આજે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. આજે સ્ત્રી સ્વતંત્ર રહીને પોતાનું કામ કરી શકે છે. ફક્ત ભાઈ જ બહેનની રક્ષા કરે એવું નથી, પરંતુ હવે બહેન પણ ભાઈની રક્ષા કરી શકે છે.

વધુમાં ડૉ.વીનાએ કહ્યું કે, 'પહેલા રક્ષાબંધનને સામાજિક તહેવાર તરીકે ઉજવવામાં આવતો હતો. રાખડી સ્કૂલમાં બનાવવામાં આવતી હતી અને સરહદ પર રહેલા આપણા જવાનોને મોકલવામાં આવતી હતી. આજે પણ સરહદ પર રહેલા જવાનોને રાખડી મોકલવામાં આવે છે, પોલીસને પણ રાખડી બાંધવામાં આવે છે.'

હવે, ફક્ત બહેન ભાઈને રાખડી નથી બાંધતી, પરંતુ નાના ભાઈ મોટી બહેનને રાખડી બાંધે છે. રક્ષા કરવાની જવાબદારી બંને પક્ષે હોવી જોઈએ. જો કે, આ વખતે તહેવારમાં ઘણાં ફેરફાર જોવા મળશે, પરંતુ ભાઈ-બહેનનો પ્રેમ અને એકબીજાને સાથ સહકાર આપવાની ભાવના એ જ રહેશે.

ABOUT THE AUTHOR

...view details