નવી દિલ્હી: લદ્દાખમાં એક્ટ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન તેમની છબી બનાવવા પર છે અને કોઈ દૃષ્ટિકોણ ન હોવાના કારણે, ચીને ઘુસણખોરી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક દૃષ્ટિકોણ અને વિચારથી જ દેશનું રક્ષણ થઈ શકે છે.
તેમણે કહ્યું, 'સવાલ એ છે કે ભારતે ચીન સાથે કેવી રીતે ડીલ કરવી જોઇએ. જો તમે તેમની સાથે લડવા માટે મજબૂત સ્થિતિમાં છો, તો જ તમે કાર્ય કરી શકશો, તમે તેમની પાસેથી જે ઇચ્છો તે મેળવી શકશો. આ ખરેખર કરી શકાય છે.