ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો કેટલા દિગ્ગજોને જનતાએ કર્યું રાજતિલક, તો કેટલાને ચખાડ્યો હારનો સ્વાદ - NDA

ન્યૂઝ ડેસ્ક: દેશમાં 17મી લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે, ત્યારે ભાજપ અને NDAને પૂર્ણ બહુમતી મળી છે. આ 17મી લોકસભા ચૂંટણીમાં દેશની વિવિધ લોકસભા બેઠક પરથી અનેક દિગ્ગજોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આજે મતગણતરીમાં ક્યાંક કેટલાક દિગ્ગજોની હાર થઈ છે, તો કેટલાક જંગી બહુમતીથી જીતી ગયા છે. તો ચાલો જાણીએ કોણ છે આ દિગ્ગજો...

ડિઝાઈન ફોટો

By

Published : May 23, 2019, 11:05 PM IST

  • લખનઉ લોકસભા બેઠક પર ગૃહપ્રધાન રાજનાથસિંહે ગઠબંધનના સપા ઉમેદવાર પૂનમ સિન્હાને લગભગ 3 લાખ 40 હજાર મતથી હરાવ્યા છે.
  • ભાજપા નીત રાજગને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મળી છે, તેમ છતાં કેન્દ્રીય પ્રધાન અલ્ફોંસ કન્નનથાનમને હારનો સામનો કરવો પડ્યો છે. તેઓ કેરલના એર્નાકુલમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. હાલમાં તેઓ રાજ્યસભા સભ્ય છે.
  • પશ્ચિમ બંગાળની ઘાટાલ લોકસભા બેઠકમાંથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તેમજ લોકપ્રિય અભિનેતા દીપક અધિકારી (દેવ)ને બીજીવાર અહીંથી જીત નોંધાવી છે.
  • કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે બેગૂસરાય લોકસભા બેઠક પર પોતાના નજીકના વિરોધી અને CPI ઉમેદવાર કનૈયા કુમારને 4 લાખથી વધુ મતો સાથે પરાજીત કર્યા છે.
  • શરદ પવારના સંબંધી પાર્થ અજિત પવારને મહારાષ્ટ્રની માવલ લોકસભા બેઠકથી શિવસેનાના ઉમેદવાર શ્રીરંગ આપ્પા ચંદુ બારણેને 2,15,913 મતોથી હાર મળી છે.
  • રાજસ્થાનની બીકાનેર લોકસભા બેઠકમાંથી કેન્દ્રીય પ્રધાન અર્જુનરામ મેઘવાલ 264081 મતોના તફાવતથી જીત્યા છે.
  • રાજસ્થાનની રાજસ લોકસભા બેઠક પર ભાજપાની દીયાકુમારી 5,51,916 મતોના તફાવતથી વિજય થયા છે.
  • કેન્દ્રીય પ્રધાન અને શિરોમણિ અકાલી દળના ઉમેદવાર હરસિમરત કૌર બાદલને બઠિંડા બેઠક પર પોતાના નજીકના વિરોધી કોંગ્રેસના અમરિંદર સિંહ રાજા વડિંગને હાર આપી છે.
  • પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના પત્ની અને કોંગ્રેસ ઉમેદવાર પ્રણીત કૌરને પટિયાલા સંસદીય લોકસભા મતવિસ્તારમાંથી જીત નોંધાવી છે.
  • છિન્દવાડા લોકસભા બેઠકથી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથે (કોંગ્રેસ) ભાજપના નથન શાહને 37,536 મતોના તફાવતથી હાર આપી છે.
  • લોક જનશકિત પાર્ટી (લોજપા)ના નેતા ચિરાગ પાસવાનને બિહારની જમુઈ લોકસભા બેઠક પર જીત નોંધાવી છે. તેમણે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા)ના ભૂદેવ ચૌધરીને 2,41,049 મતોથી હાર આપી છે.
  • રાજસ્થાનની ભરતપુર લોકસભા બેઠકથી ભાજપના રંજીતા કોલે 3,18,399 મતથી જીત મેળવી છે.
  • રાજસ્થાનની અજમેર લોકસભા બેઠકથી ભાજપાના ભાગીરથ ચૌધરીએ જીત હાંસલ કરી છે. તેમણે કોંગ્રેસના રિજુ ઝુનઝુનવાલાને 4,16,424 મતથી હરાવ્યા છે.
  • રાજસ્થાનની જોધપુર લોકસભા બેઠકથી ભાજપાના ગજેન્દ્ર સિંહ શેખાવતે બાજી મારી છે.
  • લક્ષદ્વીપ લોકસભા બેઠકથી રાકાંપાના મોહમ્મદ ફૈઝલ પી.પી.એ પોતાના નજીકના વિરોધી કોંગ્રેસ ઉમેદવાર હમ્દુલાહ સઈદને 823 મતોથી હરાવ્યા છે.
  • ગુજરાતની રાજકોટ લોકસભા બેઠકથી ભાજપાના મોહન કુંડારિયાએ 3,68,407 મતોના તફાવતથી પોતાના નજીકના વિરોધી કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈને હાર આપી છે.
  • યૂપીની પોતાની પરંપરાગત બેઠકથી રાહુલ ગાંધી હારી ચૂક્યા છે. તેમને બીજેપીના સ્મૃતિ ઈરાનીએ હાર આપી છે.
  • જાલૌર બેઠકથી ભારતીય જનતા પાર્ટીના દેવજી પટેલે કોંગ્રેસના રતન દેવાસીને 2,61,110 મતોથી પરાસ્ત કર્યા છે.
  • બિહારની દરભંગા લોકસભા બેઠકથી ભાજપના ગોપાલજી ઠાકુરે રાજદના પોતાના નજીકના વિરોધી અબ્દુલ બારી સિદ્દીકીને 2,67,979 મતોથી હરાવ્યા છે.
  • ભોપાલથી સાધ્વી પ્રજ્ઞાએ લગભગ 3 લાખ મતોથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહને કારમી હાર આપી છે.

ABOUT THE AUTHOR

...view details