નેશનલ સેન્ટર ફોર મેડિકલ ઇન્ટેલિજન્સ (NCMI) જે યુએસ ડિફેન્સ ઇન્ટેલીજન્સ એજન્સી( DIA)નો એક ભાગ છે. જ્યાં કેન્દ્રમાં લગભગ સો જેટલા વાયરોલોજીસ્ટ, જીવ વૈજ્ઞાનિક, રસાયણ વૈજ્ઞાનિકો અને લશ્કરી વિભાગના ચિકિત્સકોનો સમાવેશ થાય છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં ચેતવણી આપી હતી કે જો કોરોના વાયરસને કાબુમાં લેવા માટે કોઇ નક્કર પગલા લેવામાં નહી આવે તો કોરોના વાયરસ અમેરિકાને ડુબાડી શકે છે. આટલી ગંભીર ચેતવણીને અવગણીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નાગરિકોને આશ્વસન આપ્યુ કે તેમને ચિંતા કરવાની જરુર નથી. હવે તેમણે યુ ટર્ન લીધો છે અને કોરોના વાયરસની સારવાર માટે વૈજ્ઞાનિકોને કોરોના વાયરસના ઇન્જેક્શન શોધવા માટે દરખાસ્ત કરી એટલુ જ નહી હવે દર્દીઓની સંખ્યા ઘટાડવા માટે પરિક્ષણ દર ઘટાડવા માટેનું સુચન કરી રહ્યા છે.
રશિયાની યાદશક્તિ ખુબ જ ઓછી છે. રશિયાએ અમેરિકાને દરેક ક્ષેત્રમાં જોરદાર સ્પર્ધા આપી છે. જો કે હાલ રશિયામાં દરરોજ સકારાત્મક કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તેમ છંતાય, રાષ્ટ્રપતિ પુટિને પહેલા કોઇ ચિંતા વિના ક્હ્યુ હતુ કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જ્યારે માર્ચ મહિનામાં નિષ્ણાંતોએ રશિયામાં સ્વાસ્થ્ય સંભાળને સલંગ્ન કટોકટી અંગે ચેતવણી આપ્યા પછી પણ કોઇએ ધ્યાન આપ્યુ નહોતુ. તો રશિયાએ તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઇટલીમાં તબીબો, મેડીકલ સાધનો અને અન્ય સાધનો મોકલ્યા હતા. પણ હવે સ્થિતિ એવી છે કે રશિયાના તબીબો કહી રહ્યા છે કે તેમને માસ્ક અને પીપીઇ કીટની તંગી છે. આ હેલ્થકેર કટોકટીના પગલે 80 લાખ જેટલી નોકરીમાં ઘટાડો થયો છે. ત્યારે હવે પરિસ્થિતિ બગડતા રાષ્ટ્પતિ પુટિનની ઓફિસે એક નોટ જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે રશિયાની સતાવાર એજન્સીઓએ વાયરસની ગંભીરતા અંગે પુરતો અંદાજ આપ્યો જ નહોતો.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો તો આધુનિક નેરોઝની સૂચિમાં સૌથી આગળ છે. બ્રાઝિલમાં 26મી ફેબ્રુઆરીમાં કોવિડ-19નો પ્રથમ કેસ નોંધાયો હતો.પરંતુ તે સમયે બોલોસોનારોએ પરિસ્થિતિને વધારે તીવ્ર બનાવવા માટે મિડીયાને જવાબદાર ગણાવ્યા હતા. તો તાત્કાલિક પગલા ભરીને બે આરોગ્ય મંત્રીઓને બરતરફ કર્યા. બોલોસોનારોએ કોરોના વાયરસને એક સામાન્ય તાવની જેમ ગણાવ્યો અને લોકોમાં તે ચિંતાજનક રીતે ફેલાઇ ગયો હતો. સૌથી નવાઇની વાત એ છે કે તે હજુપણ માને છે કે કોરોના સંકટને વધારે અતિશ્યોક્તિ રીતે રજુ કરવામાં આવ્યુ છે.
તો પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાનખાનની કોરોના વાયરસને કાબુમાં લેવાની વ્યુહરચનાથી દેશની સૈન્ય અને જનતા નારાજ છે. વિરોધ પક્ષોએ ઇમરાનખાનને કોરોના વાયરસને ગંભીરતાથી ન લેવા બદલ ટીકા કરી છે. અગાઉ ઇમરાનખાને જાહેરાત કરી હતી કે તેમમે પરિક્ષણ ક્ષમતા 50,000ની કરવામાં આવી છે. પરંતુ, વાસ્તવિક પરીક્ષણ દર 20,000ની નીચે છે. આમ હવે કોરોના વાયરસની ગંભીરતાને નજરઅંદાજ કરવા બદલ પાકિસ્તાન ભારે કિંમત ચુકવી રહ્યુ છે. અને હવે જનતામાં જાહેર આક્રોશમાં વધારો થઇ રહ્યો છે.
ઇટાલીમાં કેસની સંખ્યા ગંભીર રીતે વધીને બે લાખ પર પહોંચી છે. અને મોતનો આંકડો 32 હજાર પર પહોંચ્યો છે. આ કટોકટીમાં સૌથી વધુ મોત મિલાનના બર્ગામોમાં 2245 લોકોના મોત થયા છે.
ઇરાન કે જ્યાં ક્વોરેન્ટાઇનને બર્બરતા ભર્યુ કૃત્ય ગણાવ્યુ હતુ અને હવે ત્યાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે અને સાત હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.