ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજ્યનું શિક્ષણ જગત શર્મસાર, 'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું?'... - ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું

ન્યૂઝ ડેસ્કઃ ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને સાંભળીને કદાચ તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જાઓ તો નવાઇ નહીં... શહેરની એક શાળાની પરિક્ષામાં 'મહાત્મા ગાંધીએ કઇ રીતે આપઘાત કર્યો' તેવો પ્રશ્ન પૂછાતાં ગુજરાત શિક્ષણ જગત શરમમાં મુકાયું છે.

રાજ્યનું શિક્ષણ જગત શરમમાં 'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું?' ...

By

Published : Oct 13, 2019, 10:28 PM IST

Updated : Oct 13, 2019, 10:40 PM IST

'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું' તેવો પ્રશ્ન 9માં ધોરણની પરિક્ષામાં પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પેપર સુફલામ શાળા વિકાસ સંકુલમાં પૂછવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સુફલામ શાળા વિકાસ સંકુલ એક ખાનગી શાળા છે અને ગાંધીનગરમાં ગ્રાન્ટ મેળવીને ચાલી રહી છે.

આ ઉપરાંત, વર્ગ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પેપરમાં બીજો પ્રશ્ન એવો હતો કે, "જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં વધારો અને બુટલેગરો દ્વારા ઉદ્ભવેલા ઉપદ્રવ અંગે ફરિયાદ કરવામાં આવી હતી."

ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેરે જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઇનાન્સ કરેલી શાળાના ક્લસ્ટર અને ગ્રાન્ટ મેળવનારાઓને શનિવારે આંતરિક પરીક્ષાઓ માટે આ બે પ્રશ્નોને શામેલ કર્યા છે. આ પ્રશ્નો ખૂબ વાંધાજનક છે અને અમે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ ચાલતી આ શાળાઓના મેનેજમેન્ટ દ્વારા પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યા હતા અને રાજ્યના શિક્ષણ વિભાગને તેમાં કંઈ લેવાદેવા નથી, એમ તેમણે ઉમેર્યું.

Last Updated : Oct 13, 2019, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details