ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ધારાવી મિશન' દ્વારા એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટીએ કોરોનાને કેવી રીતે મ્હાત કર્યો - એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી

મુંબઈ (મહારાષ્ટ્ર): એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી ગણાતું ધારાવી એકવાર મુંબઈમાં કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયું હતું, પરંતુ ગયા મહિનાથી આ વિસ્તારમાં કોવિડ-19ના પોઝિટિવ કેસો તેમજ મૃત્યુની દૈનિક સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે.

a
'ધારાવી મિશન' દ્વારા એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટીએ કોરોનાને કેવી રીતે મ્હાત કર્યો

By

Published : Jun 28, 2020, 8:37 PM IST

ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો મ્યુનિસિપાલિટી, પોલીસ, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ એનજીઓ દ્વારા સંયુક્તપણે હાથ ધરેલા ઘનિષ્ઠ પ્રયાસોનું પરિણામ છે. આ લોકોએ સાથે મળીને ટ્રેસિંગ તેમજ પ્રભાવિત લોકોને ક્વોરેન્ટાઈનમાં રાખવા ઉપર વધુ ધ્યાન આપ્યું હતું.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ધારાવીમાં કોવિડ-19ના મે મહિનામાં દૈનિક સરેરાશ 43 કેસોની સંખ્યાજૂનના ત્રીજા સપ્તાહમાં ઘટાડીને 19 કરવા બદલ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના વખાણ કર્યાં હતાં. આને પગલે દિલ્હી સહિતનાં ઘણાં રાજ્યોને ધારાવીની સફળગાથામાંથી તરકીબ મેળવવા કહેવાયું હતું.

ધારાવીમાં લોકો અત્યંત સાંકડી જગ્યામાં વસવા મજબૂર છે અને સંકડાશને કારણે ઘરના સભ્યોને અનુકૂળ થવા દિવસ દરમ્યાન પ્રત્યેક વ્યક્તિ અનેકવાર બહાર રસ્તા ઉપર આવે છે. એટલે, લોકોને સામાજિક અંતર જાળવવા અથવા તો ઘરની અંદર રહેવા માટે દબાણ કરવાનો કોઈ અવકાશ જ નથી.

ધારાવીના એક લાખ ઝૂંપડામાં વસતા 10 લાખથી વધુ લોકોને આવરી લઈને અહીં સામાજિક અંતરના નિયમો પાળવા માટે આ પેટર્ન અમલમાં મૂકવી એ સ્થાનિક અધિકારીઓ માટે પ્રચંડ પડકાર અથવા તો કહો કે લગભગ અસંભવ કાર્ય હતું.

શરૂઆતના દિવસોમાં લોકો સામે ચાલીને કોવિડનાં લક્ષણો જણાવતા ડરતા હતા.

એ પછી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે લોકો સુધી પહોંચવાનું નક્કી કર્યું. કોર્પોરેશને સ્થાનિક લોકોના ફેમિલી ડોક્ટરો હોય તેવા ખાનગી ડોક્ટરોની મદદ પણ લીધી. આ ફેમિલી ડોક્ટરોએ તેમને ઓછી ફી ચાર્જ કરીને તેમનામાં લોકોના વિશ્વાસનું મજબૂત જોડાણ ઊભું કર્યું.

કોવિડનાં પરીક્ષણો હાથ ધરવા માટે ફીવર ક્લિનિક સ્થાપવામાં આવી છે, જ્યાં શંકાસ્પદ દર્દીઓને ડોક્ટરો તપાસી રહ્યા છે અને આવા દર્દીઓના સંપર્કો વિશેની માહિતી લેવામાં આવી રહી છે.

ઈટીવી ભારત સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીતમાં ડૉ. અનિલ પાચનેકરે સમગ્ર વિસ્તારમાં કોરોનાવાયરસના પ્રસરણને અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા ધારાવી મિશન વિશે ચર્ચા કરી હતી.

ડૉ. અનિલ પાચનેકર, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના અધિકારી છે અને છેલ્લાં 35 વર્ષથી ધારાવીમાં સેવાઓ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, એક અઠવાડિયામાં 47,500 લોકોનું ઘરેઘરે ફરીને પરીક્ષણ કરાયું હતું. તેમાંથી લગભગ 1100 લોકોને સંસ્થાકીય ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા હતા અને તે પછીનાં પરીક્ષણોમાં તેમાંથી લગભગ 150 લોકોમાં કોરોનાવાયરસના પોઝિટિવ રિપોર્ટસ આવતાં તેમને હોસ્પિટલ્સમાં મોકલવામાં આવ્યા હતા.

'ધારાવી મિશન' દ્વારા એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટીએ કોરોનાને કેવી રીતે મ્હાત કર્યો

રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ હોવાને કારણે ચાર લાખ પરપ્રાંતિય કામદારો તેમના વતન ચાલ્યા ગયા હતા, જેને કારણે ભીડ ઓછી થતાં બીએમસીને યોગ્ય પગલાં લેવામાં સહાય મળી હતી.

રક્ષણાત્મક પગલાંને ટેકો આપતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીઓએ કોવિડ પરીક્ષણ માટેનાં ફીવર ક્લિનિક્સની સંખ્યા વધારી દીધી, ઘરે ઘરે જઈને સર્વેક્ષણ હાથ ધર્યાં, ક્વોરેન્ટાઈનની યોગ્ય સવલતો ગોઠવી, વારંવાર હાથ ધોવા, હેન્ડ સેનિટાઈઝેશન તેમજ ચહેરા ઉપર માસ્ક લગાવવા જેવા કોવિડ-19 સામેનાં રક્ષણાત્મક પગલાં બાબતે અસરકારક જાગૃતિ ફેલાવવા ઉપરાંત સમગ્ર વિસ્તારમાં નિયમિતપણે જંતુનાશકો છાંટવામાં આવ્યાં હતાં.

બીએમસીના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કિરણ દિઘાવકર સાથેની વાતચતીમાં જાણવા મળ્યું કે બીએમસીના વધુ સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ મોબાઈલ વાન્સને કામે લગાડવામાં આવ્યાં હતાં. ક્વોરેન્ટાઈન સેન્ટર્સ ધારાવીની અંદર જ સ્થાપવામાં આવ્યાં હતાં.

દિઘાવકરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે આને કારણે લોકોને સલામતિ લાગી હતી. તેમને કોઈ દૂરની જગ્યાએ જવું પડતું ન હતું. લોકોને ક્નેટઇન્મેન્ટ ઝોનની અંદર જ રાખવાનું કાર્ય પણ અસકારક રીતે હાથ ધરાયું હતું. બીએમસીએ 21,000 ફૂડ પેકેટ્સ સવાર અને સાંજના ભોજન માટે વહેંચ્યાં હતાં, જેથી લોકોને ભોજન માટે ઘરની બહાર આવવું પડે નહીં. તેમની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું.

'ધારાવી મિશન' દ્વારા એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટીએ કોરોનાને કેવી રીતે મ્હાત કર્યો

સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર રમેશ નાંગ્રેએ જણાવ્યું કે ક્રેડાઈ-એમસીએચઆઈ અને ભારતીય જૈન સંઘટન સહિતનાં કેટલાંક એનજીઓ અને સંસ્થાઓ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયાં હતાં. સ્થાનિક પોલીસની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની પુરવાર થઈ હતી. વિવિધ ભાષાઓમાં રેકોર્ડ કરાયેલા સંદેશાઓ મોબાઈલ વાન્સ દ્વારા તેમજ પોલીસ પેટ્રોલ વાન્સ દ્વારા સંભળાવવામાં આવતા હતા અને લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવતી હતી. પોલીસ અધિકારીઓ સતત સાવધાન રહ્યા હતા અને તેમણે ધારાવીની પ્રત્યેક ગલી-ખૂંચીમાં પગપાળા કૂચ કરી હતી.

સમય પસાર થવાની સાથે ધારાવી મુુંબઈનું હૃદય બની ગયું છે. ધારાવીમાં વસતા લોકોના જુસ્સાએ પણ કોવિડ સામેની લડાઈ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, કેમકે અહીં રોજિંદા જીવનમાં મોટા પરિવારો એકસાથે, એક છત નીચે ભારે સંકડામણમાં રહે છે. એકવાર લોકોને વિશ્વાસમાં લીધા પછી સંપર્કોને ટ્રેસ કરવાનું સરળ બન્યું હતું કેમકે લોકો તેમનાં લક્ષણો છુપાવી શકતાં ન હતાં.

'ધારાવી મિશન' દ્વારા એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટીએ કોરોનાને કેવી રીતે મ્હાત કર્યો

મિશન દરમ્યાન લગભગ 33 પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા હતા. એક અધિકારીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. પરંતુ હજુયે તેમનો જુસ્સો જળવાયેલો છે અને તેઓ આજે પણ કોરોના સામેનો જંગ લડી રહ્યા છે.

સરકાર કોવિડ સામે લડત આપનારા આગલી હરોળના લડવૈયાઓની અછતનો સામનો કરી રહી છે, ત્યારે પરિસ્થિતિનો મુકાબલો કરવા સરકારે વધુ લોકોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ધારાવીના કેસમાં આ ઘણું સરળ હતું, કેમકે અહીં રહેતા લોકોએ પરસ્પરની સંભાળ લીધી હતી અને એટલે જ સરકારનો બોજો હળવો બન્યો હતો.

આ તમામ પ્રયાસોને પગલે છેવટે ધારાવી, કોરોનાવાયરસના કેસોની સંખ્યા ઘટાડવામાં અને ચેપનું પ્રસરણ અટકાવવામાં સફળ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details