ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ICUમાં દાખલ કુલ દર્દી પૈકી 20 ટકા દર્દીઓ કોવિડ-19ની સાથે ડાયાબિટિશ ધરાવે છે - ડાયાબિટિશ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખળભળાટ છે. દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાંથી ICU માં દાખલ કુલ દર્દીઓ પૈકી 20 ટકા દર્દીઓ કોરોનાની સાથે સાથે ડાયાબિટિશ પણ ધરાવે છે.

covid 19
covid 19

By

Published : Jun 8, 2020, 5:37 PM IST

ન્યૂઝ ડેસ્કઃ દરરોજ કોવિડ-19ના કેસોની સંખ્યા અને મૃત્યુઆંક વધતો જતો હોવાથી એમ લાગે છે કે કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં તેનો વિનાશ વેરવાનું હજુ ચાલું જ રાખ્યું છે. હવે એક વાત તો તદ્દન સ્પષ્ટ થઇ ગઇ છે કે કેટલીંક ગંભીર બિમારીઓ ધરાવતા કેટલાંક ચોક્કસ લોકોના જીવ ઉપર જ જોખમ વધતું જાય છે. 50 વર્ષથી વધુની ઉંમર ધરાવતા લોકો અને ફેફસાંની બિમારી, હાર્ટની તકલીફ, અસ્થમા, ભારે મેદસ્વિતા, ડાયાબિટિશ, ક્રોનિક કીડનીના રોગ અને લિવરની બિમારી સહિતની પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી બિમારીઓ વાળા લોકો ઉપર જ વાઇરસનો ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ રહેલું છે.

ડાયાબિટિશ વાળા લોકો માટે કોવિડ-19નો ચેપ બે ઘણો પડકાર વધારી દે છે. રોગની ગંભીરતા માટે ડાયાબિટિશને એક મોટા જોખમનું પરિબળ માનવામાં આવે છે કેમ કે દર્દીને વિવિધ પ્રકારના પરંતુ ઓછા પ્રમાણમાં ખોરાક ખાઇને પોતાના શરીરના ગ્લુકોઝને અંકુશમાં રાખવાનો હોય છે. જ્યારે ડાયાબિટિશ ધરાવતા વ્યક્તિને વાઇરસનો ચેપ લાગે ત્યારે તેના લોહીમાં રહેલાં ગ્લુકોઝના પ્રમાણમાં થતી વધઘટના કારણે અને સંભવતઃડાયાબિટિશની ગૂંચવાડાયુક્ત સ્થિતિના કારણે તેની સારવાર કરવી ખુબ જ મુશ્કેલ થઇ જાય છે.

આ પરિસ્થિતિ માટે બે કારણો જોવા મળ્યા છે. એક તો આવા દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગયેલી હોય છે તેથી વાઇરસ સામેની લડાઇ મુશ્કેલ બની જાય છે જેના પરિણામે તે દર્દીને સાજાં થવાનો સમયગાળો વધી જાય છે. બીજું કે વાઇરસ વધી ગયેલા ગ્લુકોઝની શારીરિક સ્થિતિમાં જ આક્રમતાથી ત્રાટકે છે.

એન્ડોક્રાઇન સોસાયટીના જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી મેટાબોલિઝમના અહેવાલ અનુસાર આ પરિસ્થિતિએ ડાયાબિટિશની સાથે સંક્રમિત દર્દીની સારવાર કરી રહેલાં હેલ્થકેરના નિષ્ણાતો માટે એક નવો પડકાર ઉભો કર્યો છે. ડાયાબિટિશની સાથે કોવિડ-19થી સંક્રમિત થયેલા દર્દીના મૃત્યુનું અને અન્ય ગૂંચવાડા ઘટાડવાના એક માર્ગ તરીકે જુદી જુદી દવાઓ આપવા ઉપરાંત તેના શરીરમાં રહેલાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાની પણ સારવાર કરવી આવશ્યક છે. જો કે ઇન્સ્યુલિન અને પલંગની બાજુમાં ગ્લુકોઝનું મોનિટરિંગ કરતાં સાધન તૈયાર રાખવા સહિત ગ્લુકોઝ ઘટાડવાની સારવારમાં ડોક્ટરો અને નર્સોને દર્દી સાથે વધુ વાતો કરવાની હોવાથી અને દર્દીની સાથે વારંવાર સંપર્કમાં આવવાનું હોવાથી તેઓ ઉપર પણ જોખમ વધી જાય છે.

હોસ્પિટલમાં દાખલ થતી વખતે જેઓના બ્લડમાં સુગરનું પ્રમાણ વધું હોય અથવા તો જેઓ પહેલાથી જ ડાયાબિટિશની બિમારીથી પિડાતા હોય અને બાદમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હોય એવા દર્દીઓની સારવાર કરી રહેલાં ડોક્ટરો અને નર્સોને સારવાર માટે ચોક્કસ પ્રકારના માર્ગદર્શનની જરૂર પડે છે એમ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પીટ્સબર્ગ શહેરમાં આવેલી યુનિવર્સિટિ ઓફ પીટ્સબર્ગ સ્કુલ ઓફ મેડિસિનના એમ.ડી થયેલા ડો. મેરી કોરિટક્વોસ્કિએ કહ્યું હતું. આ ડોકટરો અને નર્સોને કોવિડ-19નો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે એટલું જ નહીં પરંતુ ગ્લુકોઝ ઘટાડવાની સારવારના પગલે દર્દીની હાલતમાં સુધારો થતો જાય છે એવા સંજોગોમાં તેઓને લાંબા સમય સુધી તે દર્દીના સંપર્કમાં અવાર-નવાર આવવાનું થાય છે.

આ ડોક્ટરો-નર્સો આઇવી-ઇન્સ્યુલિન શરીરમાં દાખલ કરવાનું પ્રમાણ ઘટાડીને, ગ્લુકોઝનું દૂરથી જ મોનિંટરિંગ કરી શકે એવી ડિવાઇસનો ઉપયોગ કરીશે અને શક્ય હોય તો નોન-ઇન્સ્યુલિન સારવાર કરીને પોતાના ઉપરનું જોખમ ઘટાડી શકે છે. દર્દી સાથેના સીધા સંપર્કને મર્યાદિત કરવાના એક ઉપાય તરીકે જેઓને પહેલેથી જ ખબર છે અને જેઓ હોસ્પિટલમાં પણ ડાયાબિટિશને પોતાની રીતે અંકુશમાં રાખવા સક્ષમ એવા કેટલાંક પસંદગીના દર્દીઓની ગણતરી કરી શકાય. આ ડોક્ટરો અને નર્સો એ વાતે સુપેરે વાકેફ હોવા જોઇએ કે કોવિડ-19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને હાઇડ્રોક્સિક્લોરોક્વિન સહિતની દવાઓ બ્લડમાં રહેલા ગ્લુકોઝ ઉપર પણ અસર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details