મેષઃ આજે આપના મનની એકાગ્રતા વધારવા માટે મેડિટેશન કરવાની સલાહ છે. વધુ પડતા વિચારો કરવાનું ટાળીને ઈશ્વર સ્મરણ કરવાથી બેચેની દૂર કરી શકશો. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા પહેલા ધ્યાન રાખવું પડશે. ટૂંકાગાળાના લાભ જતા કરવા સલાહ આપવામાં આવે છે. મહત્વના દસ્તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્યાન રાખવું. બપોર પછી નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો. પરિવારનું વાતાવરણ સુધરશે. ધાર્મિક કાર્યો કે પ્રસંગો થાય. વધુ પડતા ખર્ચને અંકુશમાં રાખવો પડશે. મિત્રવર્તુળ સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આનંદ ઉઠાવશો.
વૃષભઃ સામાજિક અને સેવાના કાર્યોમાં આજે જવાનું થાય. વડીલો અને મિત્રોને મળવાનું મન થાય. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આપને લાંબા ગાળે લાભજનક સાબિત થશે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. દૂર વસતા સ્નેહીજનોનો સમાચાર જાણવા મળશે. કોઇ ખાસ વ્યક્તિ સાથે સંપર્કના યોગ છે. પરંતુ બપોર પછી આપની માનસિક અને શારીરિક સ્વસ્થતા ઘટશે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ વધશે. સ્વભાવમાં ઉત્સાહ ઘટી શકે છે. કોર્ટ કચેરીથી સંભાળવું. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો.
મિથુનઃ વેપારી વર્ગ માટે આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થવાની સાથે સાથે જ સફળતા અને ઉઘરાણીની રકમ પણ મળશે. પિતા તથા વડીલવર્ગથી ફાયદો થાય. કાર્યસફળતા અને ઉપરી અધિકારીઓની રહેમનજર નોકરીમાં લાભ અપાવશે. મિત્રોથી લાભ થાય. બપોર પછી મન પ્રફુલ્લિત થાય તેવી કોઇ ગેમ અથવા અન્ય અનોખી યોજના ઘડશો. આકસ્મિક ધનલાભનો યોગ છે.
કર્કઃ આજે તમારે માનસિક અને શારીરિક બંને પ્રકારે ઉત્સાહ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું પડશે અન્યથા તમારા કામકાજ પર તેની વિપરિત અસર પડી શકે છે. પેટ સંબંધિ તકલીફ હોય તેમણે ભોજનની અતિશયોક્તિ ટાળવી પડશે. આજે આપને કોઇપણ કામમાં નસીબનો સાથ પ્રમાણસર મળે. પરંતુ બપોર પછી આપના ચિત્તમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કરશો. પારિવારિક અને સાંસારિક જીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. વેપારીવર્ગને ઉઘરાણીમાં નાણાં છુટ્ટા થાય. માન પ્રતિષ્ઠા અને ઉચ્ચ હોદ્દો મળશે.
સિંહઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો નીવડે. આચાર વિચાર પર સંયમ રાખવાની સલાહ છે. આજે આપના વિચારોમાં અને કાર્યશૈલીમાં જેટલી સકારાત્મકતા જાળવશો એટલા વધુ ફાયદામાં રહેશો. કામના ભારણ વચ્ચે તબિયતની કાળજી લેવાનું ભુલાઈ ના જાય તે ધ્યાન રાખવું. ઓચિંતો ધનલાભ થઈ શકે છે. હરીફો સાથે વાદવિવાદ ટાળવો. મનમાં સકારાત્મકતા લાવવા માટે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરી શકો છો.
કન્યાઃકલાક્ષેત્રે કંઇક આગવું પ્રદાન કરવાની આપને આજે તક સાંપડશે. આના કારણે આપને જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્માન પણ મળશે. વ્યવસાય ક્ષેત્રે ભાગીદારો માટે સમય સારો છે. મનોરંજનની દુનિયામાં આજે આપનો સમય સારી રીતે પસાર થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં મળ. બપોર પછી તબિયત નરમગરમ રહે તેથી તે બાબતે સાંભળવું. આકસ્મિક લાભ થવાની શક્યતા છે. ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન મનને શાંતિ આપશે.