નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં દિકરીના લગ્નથી નારાજ પરિવારે દિકરીની હત્યા કરીને મૃતદેહ 80 કિ.મી દૂર નહેરમાં ફેંકી દીધો હતો. જેથી પોલીસ આરોપી પરિવારની ધરપકડ કરી લીધી છે.
3 વર્ષથી રિલેશનમાં
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક શીતલ ચૌધરી પોતાના પાડોસી અંકિત ભાટીને પ્રેમ કરતી હતી. બન્ને ગત 3 વર્ષથી રિલેશનમાં હતાં. ગત વર્ષે બન્નેએ આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
લગ્ન અંગેની જાણ પરિવારને થતાં પરિવારે શીતલને સમજાવવા પ્રયાસો કર્યા હતાં, પરંતુ શીતલ તેના નિર્ણય પર અડગ રહી હતી. જેથી પરિવારે 18 જાન્યુઆરી શીતલની હત્યા કરી હતી. મહત્વની વાત એ છે કે, હત્યા કર્યા બાદ પરિવારે મૃતદેહને 80 કિલોમીટર દૂર નહેરમાં ફેંકી દીધો હતો.