ગુજરાત

gujarat

ETV Bharat / bharat

5 ઓગસ્ટ બાદ કાશ્મીર ખીણમાં પથ્થરમારાની 190 ઘટનાઓ બની છે: ગૃહ મંત્રાલય - કલમ 370

નવી દિલ્હી: 5 ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-370 નાબૂદ કરી હતી. ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે, વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ થયા પછી, કાશ્મીર ખીણમાં પથ્થરમારાની 190 ઘટનાઓ બની છે.

ETV BHARAT
5 ઓગસ્ટ બાદ કાશ્મીર ખીણમાં પથ્થરમારોની 190 ઘટનાઓ બની છે

By

Published : Dec 19, 2019, 7:42 AM IST

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ થયા પછી, કાશ્મીર ખીણમાં પથ્થરમારાની 190 ઘટનાઓ બની છે અને તેમાં સામેલ 250 લોકો હજુ પણ જેલમાં છે.

અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ઓક્ટોબર સુધી સરહદથી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીના 171 પ્રયાસો થયા છે અને તેમાંથી 114 પ્રયાસ સફળ રહ્યા છે.

ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘુસણખોરીના સફળ પ્રયાસોની ઘટનાઓમાં ઓગસ્ટમાં 59, ઓક્ટોબરમાં સાત, સપ્ટેમ્બરમાં 20 અને ઓગસ્ટમાં 32 ઘટનાઓ બની છે.

2018 માં સફળ ઘુસણખોરીની143 ઘટનાઓ 2017માં 136 અને 2016 માં 119 ઘટનાઓ બની હતી.

આ વર્ષે અત્યારસુધીમાં પથ્થરમારોની 544 ઘટનાઓ બની છે, તેમાંથી 190 ઘટનાઓ 5 ઓગસ્ટ પછી બની હતી, જ્યારે કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ રદ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બર સુધી જમ્મુ-કાશ્મીરના 356 લોકો જેલમાં હતા અને તેમાંથી 250 લોકો પથ્થરમારો કરનારા લોકો છે.

વર્ષ 2018માં પથ્થરમારો કરવાની 802 ઘટનાઓ નોંધાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details