ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'જમાતના ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે ગૃહ મંત્રાલય જવાબદાર': અનિલ દેશમુખ - 'જમાતના ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે ગૃહ મંત્રાલય જવાબદાર': અનિલ દેશમુખ

મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે દિલ્હીના નિઝામુદ્દીનમાં મરકઝના કાર્યક્રમના આયોજન માટે ગૃહ મંત્રાલયને જવાબદાર ગણ્યુ છે.

ો
'જમાતના ધાર્મિક કાર્યક્રમના આયોજન માટે ગૃહ મંત્રાલય જવાબદાર': અનિલ દેશમુખ

By

Published : Apr 8, 2020, 8:41 PM IST

મુંબઈઃ રાજધાની દિલ્હીમાં આયોજીત તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાનો ફેલાવો વધ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. એવામાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાને કેન્દ્ર સરકાર પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે.

દેશમુખે કહ્યુ હતું કે,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમાતના મુખ્યા મૌલાના સાદને મળવા અડધી રાત્રે ગયા હતાં. એ બે વચ્ચે શું ગુપ્ત વાત થઈ તેના ઉપર સવાલ ઉઠે સ્વાભાવિક છે.

સવાલ એ ઉઠી રહ્યો છે કે, ડોભાલને મોડી રાત્રે મૌલાના સાદને મળવા કોણે મોકલ્યા હતાં? જમાતના સભ્યોનો સંપર્ક કરવો એ NSAનું કામ છે કે દિલ્હી પોલીસનું?

તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નિઝામુદ્દીનમાં તબલીગી જમાતને ધાર્મિક કાર્યક્રમની પરવાનગી કેમ આપી? તો શું આ કાર્યક્રમના આયોજન માટે ગૃહ મંત્રાલય જવાબદાર ન ગણાય?

ABOUT THE AUTHOR

...view details