ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહની તબિયતમાં સુધાર, AIIMSમાંથી જલદી ડિસ્ચાર્જ કરાશે - amit shah admitted to aiims

ગૃહપ્રધાન અમિત શાહ પોસ્ટ કોવિડ કોમ્પિલકેશનથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયા છે. AIIMSના મીડિયા અને પ્રોટોકોલ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓને આજે રજા આપવામાં આવશે.

ગૃહપ્રધાન અમિત શાહની તબિયતમાં સુધાર
ગૃહપ્રધાન અમિત શાહની તબિયતમાં સુધાર

By

Published : Aug 29, 2020, 6:48 PM IST

નવી દિલ્હી: AIIMSમાં દાખલ ગૃહપ્રધાન અમિત શાહ, કોવિડ પછી થતા કોમ્પિલકેશનથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. AIIMSના મીડિયા અને પ્રોટોકોલ વિભાગે માહિતગાર કર્યા છે કે, ગૃહપ્રધાનની તબિયત સારી છે. તે પોસ્ટ કોવિડ કોમ્પલિકેશનથી સંપૂર્ણપણે બહાર છે. હવે તેમને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. આજે જલ્દીથી તેમને આજે એઈમ્સમાંથી રજા આપવામાં આવશે.

ગૃહપ્રધાન અમિત શાહ 2 ઓગસ્ટે કોવિડ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટના રોજ, તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ 18 ઓગસ્ટના રોજ, તેમને થાક અને સ્નાયુઓની પીડાની ફરિયાદ પછી પોસ્ટ કેવિડ કેર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા એઈમ્સના કાર્ડિયો-ન્યુરો ટાવરમાં એડમિટ ગૃહપ્રધાનના સ્વાસ્થ્ય પર નજર રાખતા હતા.

નિષ્ણાતોના મતે ગૃહ પ્રધાનમાં એવા લક્ષણો હતા જે ઘણીવાર પોસ્ટ કોવિડ તબક્કામાં જોવા મળે છે. આમાં ગભરાવવાનું કંઈ નથી. અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે સમયે એઈમ્સ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિન મુજબ ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લા ત્રણ-ચાર દિવસથી થાક અને શરીરમાં દુખાવો અનુભવતા હતા. કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, પરંતુ તેમને કોવિડ કોમ્પ્લિકેશન્સ પોસ્ટ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details