ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંસદમાં શાહઃ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય, NRC સમગ્ર દેશમાં લાગુ કરાશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સંદર્ભે અમિત શાહે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદના પ્રશ્નનો જવાબ આપ્યો. રાજ્યસભામાં ગૃહપ્રધાને કાશ્મીરની પરિસ્થિતિ સામાન્ય હોવાનું રટણ કર્યુ. ઉપરાંત NRC મુદ્દે સરકાર સામે ઉભા થયેલા સવાલોનો પણ જવાબ આપ્યો.RRR

By

Published : Nov 20, 2019, 1:22 PM IST

Updated : Nov 20, 2019, 3:09 PM IST

NRC વિવાદ શું છે રાષ્ટ્રીયતાનો મુદ્દો NRC અને આસામ કાશ્મીરની પરિસ્થિતિ રાજ્યસભા કાર્યવાહી સંસદની કાર્યવાહી શિયાળુ સત્રમાં મહત્વના બિલ nRC બિલ

ઈન્ટરનેટ સેવાઓ અંગેનો નિર્ણય જમ્મુ-કાશ્મીરના અધિકારીઓનો છે. પ્રાંતમાં પાકિસ્તાન દ્વારા ઈન્ટરનેટ માધ્યમથી અનેક ખોટા કાર્યો કરાતાં હોવાથી સુરક્ષાને ધ્યાને રાખી સ્થાનિક અધિકારીઓ આ અંગે નિર્ણય લેશે. ઈન્ટરનેટ ખૂબ જ જરૂરી છે. સમગ્ર દેશમાં 1995-96માં મોબાઈલ શરૂ થયા. 2003માં કાશ્મીરમાં પણ ભાજપ સરકારે મોબાઈલ શરૂ કર્યા. 2002માં ઈન્ટરનેટની મંજૂરી હોવા છતાં ત્યાં પછીથી ચાલુ થયુ. હવે જ્યારે સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે તો આપણે ત્યાનાં નાગરિકોનું પણ વિચારવું રહ્યું.

ગૃહપ્રધાને ઉમેર્યુ કે, કાશ્મીરમાં 22 લાખ ટનથી સફરજનના ઉત્પાદનની શક્યતા છે. પ્રેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલ.પી.જી. સહિત ચોખા ઉપલ્બ્ધ કરાવાયા છે. તમામ લેન્ડલાઈન સેવા કાર્યરત છે. તેમજ દુકાનો પણ ખુલી રહી છે. હવે ત્યાં કર્ફ્યુ જેવો માહોલ નથી. સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી નથી. કાશ્મીરમાં સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. 5 ઑગસ્ટ પછી એક પણ વ્યક્તિનુ મોત પોલીસ ગોળીબારમાં નથી થયુ.

NRC મુદ્દે શાહ

રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અંગેનો જવાબ આપતા ગૃહપ્રધાને જણાવ્યું કે, એન.આર.સીમાં. ધર્મના આધારે ભેદભાવની કોઈ વાત જ નથી. NRCની પ્રક્રિયા સમગ્ર દેશમાં થશે, ત્યારે આસામમાં ફરીથી થશે. કોઈ પણ ધર્મના લોકોએ ગભરાવાની જરૂર નથી. તમામ લોકોને એન.આર.સી.માં સમાવવાની તૈયારી છે. સરકાર ઈચ્છે છે કે તમામ ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવે.

Last Updated : Nov 20, 2019, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details