નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના સંબંધિત પરિસ્થિતિ અંગે સતત્ત બેઠક યોજી રહ્યા છે અને રાજધાની દિલ્હીમાં નવી વ્યૂહરચનાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
કોરોનાને લઇ ગૃહપ્રધાન અમિત શાહે યોજી બેઠક, CM કેજરીવાલ પણ સામેલ - દિલ્હીમાં કોરોના કેસ
ગૃહ પ્રધાન અમિત શાહે કોરોના સંબંધિત મુદ્દાઓને લઇ સાંજે 5 વાગ્યા મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા વીડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને દિલ્હી અને કેન્દ્ર સાથે સંકળાયેલા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
આગાઉ તેમણે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને દિલ્હીના તમામ રાજકીય પક્ષોના મત જાણ્યા હતા. આ બેઠકમાં સામેલ થનારા તમામ પક્ષોએ પોતાના મત રજુ કર્યાં હતા. બેઠકમાં શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ સમય મહામારીને પહોંચી વળવા માટેનો છે અને તમામ પક્ષ પોતાના રાજકીય એજન્ડા અલગ રાખે. તેમણે કહ્યું હતું કે 20 જૂનથી દરરોજ દિલ્હીમાં 18000 ટેસ્ટ થશે. બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને બીએસપીના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.