ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરા CM સાથે CAB પર કરી ચર્ચા - કેન્દ્રીય ગૃહપ્રાધન અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રાધન અમિત શાહે શુક્રવારે મોડી રાત્રે ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેબની સાથે માગરિકતા સંશોધન બિલ પર બેઠક કરી હતી. ત્યારબાદ ગૃહપ્રધાને મિઝોરમમાં કેબ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠક દિલ્લી સ્થિત અસમ હાઉસમાં કરવામાં આવી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરા CM સાથે CAB પર કરી ચર્ચા
ગૃહપ્રધાન અમિત શાહે ત્રિપુરા CM સાથે CAB પર કરી ચર્ચા

By

Published : Nov 30, 2019, 10:59 AM IST

જણાવી દઇએ કે, આજે ગૃહપ્રધાન અમિત શાહ મેધાલય, અસમ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશના CAB પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. તેની સાથે અમિત શાહ વિદ્યાર્થી સંગઠન અને સિવિસ સોસાયટીના સભ્યો સાથે પણ મુલાકાત કરશે.

મળતી માહિતી મુજબ, બેઠક સમયે શાહ CAB પર બધા જ રાજ્યના પ્રતિનિધિઓને મનાવવાની કોશિશ કરશે. જે પૂર્વોતરના અલગ-અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરશે. કેન્દ્ર સરકાર હવે પછી સંસદમાં બિલ પસાર કરવાનની પૂરી તૈયારીમાં છે.

ઉલ્લેખનિય છે કે, સંસદમાં બિલ રજૂ કરવા પહેલા કેબિનેટ બેઠકમાં CABની મંજૂરીની આપવાની સંભાવના છે.

જણાવી દઇ એ કે, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફધાનિસ્તાનથી 6 ધાર્મિક સમુદાયને નાગરિકતા આપશે.

ABOUT THE AUTHOR

...view details