મુંબઈ: બુધવારે રાજ્યના આબકારી વિભાગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દારૂની હોમ ડીલીવરી 15 મેથી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે દુકાનોમાં ભીડ ન થાય તે મંગળવારે હોમ ડીલીવરીથી દારૂ પહોંચાડવા માટેની મંજૂરી આપી હતી.
મહારાષ્ટ્રમાં 15 મેથી દારૂની હોમડીલીવરી શરૂ થશે - મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા
મહારાષ્ટ્રમાં આબકારી વિભાગે રાજ્યમાં દારૂની હોમ ડીલીવરીનો આદેશ આપ્યો છે. જે 15 મેથી શરૂ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર: 15 મેથી દારૂની હોમડેલવરી શરૂ થશે.
રાજ્યના આબકારી વિભાગ દ્વારા જાહેર કરાયેલા સરકારી ઠરાવ (જીઆર)માં જણાવવામાં આવ્યું છે કે, દુકાનના માલિકોએ તૈયારી માટે થોડો વધુ સમય માંગ્યો હતો. જેથી શુક્રવારથી આ સેવા શરૂ કરવામાં આવશે.
ઓર્ડરમાં "દારૂની હોમ ડીલીવરી શુક્રવારથી રાજ્યભરમાં શરૂ થશે, જ્યાં નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પહેલેથી જ દુકાનો ખોલવામાં આવી છે. એક દુકાન માલિક 10થી વધુ ડિલિવરી બોયની નિમણૂક કરી શકશે નહીં અને એક ડીલીવરી બોય 24થી વધુ દારૂની બોટલની ડીલીવરી કરી શકશે નહીં.