ન્યૂઝ ડેસ્ક: ઇ ટીવી ભારત સાથે ઇ કોમર્સની જાયન્ટ કંપની ફ્લીપકાર્ટના અધિકારીઓએ જણાવ્યુ કે અમે સુરક્ષિત અને સુયોગ્ય સપ્લાય ચેઇનની ખાતરી આપીએ છીએ અને આજથી અમારી કરિયાણા અને આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ફરીથી શરૂ કરી રહ્યા છીએ.
ફ્લિપકાર્ટ ગ્રૂપના સીઇઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, દેશભરના ગ્રાહકોને ઉત્પાદનો ઉપલબ્ધ થાય તે માટે અમે અમારા કાર્યક્ષમ અને જોરદાર ડિલિવરી નેટવર્કનો લાભ લઈશું અને સંકટ સમયે આ રાષ્ટ્રને સમર્થન આપીશું. તો વિશ્વની સૌથી મોટી ઇ- કોમર્સ કંપની એમેઝોને સરકારે નાગરિકોને ઘરે રહેવા અઅને સામાજીક અંતર જાળવવા માટે આપેલા નિર્ણયની પ્રસંસા કરી અને હતી અને ઇ-કોમર્સ કંપનીઓને આવશ્યક સેવા હેઠળ માન્યતા આપી તે બાબતને પણ આવકારી છે.
એમેઝોન ઇન્ડિયાએ ઈટીવી ભારતને મોકલેલા નિવેદનમાં જણાવ્યુ છે કે “ અમે કેન્દ્ર સરકાર અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી ઘરની જરૂરિયાતની ચીજવસ્તુઓ, જેમ કે આરોગ્ય સ્વચ્છતાના ઉત્પાદનો, સેનિટાઇઝર, બેબી ફોર્મુલા તેમજ મેડીકલ પુરવઠા જેવી પ્રોડક્ટને પ્રાધાન્ય આપવામાં આવે. તેમના સ્ટાફને મદદરૂપ થવા જણાવવામાં આવ્યુ છે કે જેથી ગ્રાહકોને મુશ્કેલી વિના ઉત્પાદનો મળીરહે.”
ફિલ્પકાર્ટે તેની તેની કામગીરીને થોડા સમય માટે અટકાવી હોવાનું તેમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યુ હતુ. તેમ છંતાય, કંપનીએ મિડીયા સમક્ષ નિવેદન આપ્યુ છે કે તે આજે તેની ડીલેવરી શરૂ કરશે. ઉપરાંત ઇટીવી ભારતના પત્રકાર દ્વારા આગામી બે દિવસમાં કંપનીની નવી દિલ્હીની ઓફસમાં જરૂરી ચીજવસ્તુઓ પહોચતી કરવાના ઓર્ડર સ્વીકારવામાં આવ્યા નહોતા.
તે રીતે ગ્રોફર્સ પર પણ છ એપ્રિલ પહેલા ઇટીવી ભારતની નવી દિલ્હી સ્થિત ઓફિસ પર જરૂરિયાત વાળી ચીજ વસ્તુઓની ડીલેવરી શક્ય ન હોવાનું જાણવા મળ્યુ હતુ.