ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રીજી T-20: 'હિટમેન'ની સુપર સિક્સે ભારતને ન્યૂઝીલેન્ડ સામે અપાવી 'સુપર જીત' - Victory of India

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી T-20 મેચ અત્યંત ઉતાર-ચઢાવ ભરી રહી હતી. મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં હાર-જીતનો નિર્ણય થયો હતો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડની ટીમે 17 રન કર્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની અંતિમ બે બોલમાં બે સિક્સની મદદથી 20 રન બનાવી મેચ અને સિરિઝ જીતી લીધી હતી. પાંચ T-20 મેચની સિરિઝમાં ભારતે 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

Cricket
ટીમ ઈન્ડિયાની જીત

By

Published : Jan 29, 2020, 11:32 PM IST

Updated : Jan 29, 2020, 11:43 PM IST

સ્પોટ્સ ડેસ્ક: બુધવારે હેમેલ્ટનના સેડોન પાર્કમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 179 રન બનાવ્યા હતા. 180 રનના ટાર્ગેટનો પીછો કરતાં ન્યૂઝેલન્ડની ટીમ 6 વિકેટ પર 179 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ રહી હતી. અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડને જીતવા 9 રનની જરૂર હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને સર્વાધિક 48 બોલમાં 95 રન બનાવ્યા હતા. જેમા 6 સિક્સર 8 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. માર્ટિન ગુપ્ટીલે 31 અને રોસ ટેઈલરે 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ જ્યારે ચહલ અને જાડેજાએ 1-1 વિકેટ લીધી હતી.

ભારતે સીરિઝ પોતાના નામે કરી

પ્રથમ બેટિંગ કરતા લોકેશ રાહુલે અને રોહિત શર્માએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. 89 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી. લોકેશ રાહુલે 19 બોલમાં 27 રન બનાવ્યા હતા. અગાઉની બન્ને મેચમાં નિષ્ફળ રહેલો રોહિત શર્મા આજે આક્રમક મુડમાં જોવા મળ્યો હતો. તેણે 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી કરી હતી. રોહિત શર્મા 40 બોલમાં 65 રન બનાવી આઉટ થયો હતો. જેમાં 6 બાઉન્ડ્રી અને 3 સિક્સર ફટકારી હતી.

Last Updated : Jan 29, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details