ઈતિહાસના પાનાઓને પલટતા માલુમ પડે છે કે, ઈ.સ. 1883માં અંગ્રેજોએ પોતાના સૈનિકો-અધિકારીઓને વિશ્રામ શિબિરના ભાગરુપે આ જગ્યાઓનો ઉપયોગ કરતા હતા. તે જમાનામાં આ જગ્યા એક દમ વિરાન હતી. બ્રિટિશ સરકાર પોતાના સૈનિકોને આરામ કરવા માટે એક દમ શાંત જગ્યાની શોધમાં હતા. તેથી દિલ્હીમાં એક દમ શાંત અને વિરાન જગ્યાએ આનાથી વધુ સારી બીજે ક્યાં મળવાની હતી. 20-25 કલાકની તાબડતોડ મહેનત કરી ત્યાં તંબૂ ખોડી દીધા. ત્યાર બાદ તો આ જગ્યા પર હજારોની સંખ્યામાં બ્રિટિશ સૈનિકો અહીં આવતા-જતાં રહેતા અને રોકાણ પણ કરતા.
સમયે પોતાનું રુખ બદલ્યું. બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડતું દેખાયું અને દિલ્હીના નાના ટેણીયાઓએ અહીં રમવાનું અને મોજમસ્તી કરવાનું શરુ કર્યું. ત્યાં સુધી તો અહીં અંગ્રેજોની શિબિરો પણ થતી હતી. તુર્કમાન અને અઝમેરી દરવાજા વચ્ચે આ ગ્રાઉન્ડનું ક્ષેત્રફળ આજે પણ 9-10 એકર વધ્યું છે. જો કે, તે સમયે આ વિસ્તારમાં ખૂબ ભીડ હતી.
અંગ્રેજી સામ્રાજ્યથી છૂટકારો મળ્યા બાદ અહિના સ્થાનિકોએ નાની રામલીલાનું આયોજન કર્યું. રામલીલાનું મંચન પણ અજવાળામાં થઈ જતું હતું. તેનું કારણ એ હતું કે, આ વિસ્તાર વિરાન હતો. તેથી સુરક્ષાની પણ કોઈ ખાસ વ્યવસ્થા થતી નહીં.
સ્થાનિક નિવાસીના જણાવ્યા અનુસાર ઈ.સ. 1945ની વાત છે, જ્યારે મોહમ્મદ અલી જિન્ના આ મેદાનમાં આવ્યા હતા ત્યારે ત્યાં હાજર જનતાએ જિન્નાને મૌલાનાની ઉપાધી આપી હતી. ત્યારે તે સમયે આ વાત જિન્નાને જરાં પણ સારી ન લાગી અને ખુલ્લેઆમ ભીડ પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું રાજનેતા છું કોઈ મૌલવી નથી. તેમ છતાં પણ તમે બધા મને બળજબરીપૂર્વક ધાર્મિક મૌલાનામાં ખપાવો છો.
તેમણે આગળ જણાવતા કહ્યું કે, જિન્નાની આ સભા બાદ તો રાજનેતાઓ માટે આ મેદાન ખૂબ જાણીતું થયું. જૂની દિલ્હીના વર્ષો જૂના રહેવાસી વાઝિદ અલીના જણાવ્યા અનુસાર, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ 1952માં શિયાળામાં અહીં એક રેલીનું આયોજન કર્યું હતું. મુદ્દો હતો જમ્મુ કાશ્મીર. બાદમાં આ જ મેદાન પરથી તેમણે સત્યાગ્રહ આંદોલનનો પાયો નાખ્યો. જેને લઈ તે સમયના સત્તાધીશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેથી એક વાત સો ટકા સાચી છે કે, આ મેદાનમાંથી જેણે પણ પોતાનો અવાજ બુલંદ કર્યો તેણે દેશમાં અમિટ છાપ છોડી.