ચીન અને જાપાનના સંબંધોમાં ચીને કરેલા બહિષ્કારને કારણે કડવાશ વ્યાપી ગઇ હતી, જેમાં જાપાનિઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની ચાલબાજીનો સમાવેશ થાય છે.
ચીન તથા જાપાનના સંબંધોમાં બહિષ્કારને કારણે વ્યાપેલી કડવાશની સંક્ષિપ્ત વિગતો
1908માં માર્ચથી નવેમ્બર સુધી – તાતસુ-મારૂ મુદ્દો
1909માં ઓગસ્ટથી ઓક્ટોબર – એનટુંગ-મુકડેન રેલવે કેસ
1915માં મેથી ઓક્ટોબર – સિનો-જાપાનિઝ વાટાઘાટમાં તકરાર.
1919માં મેથી ડિસેમ્બર – શાનટુંગ પ્રશ્ન
1923માં એપ્રિલથી ઓગસ્ટ – ડેરિયન અને આર્થર બંદર પુનઃ પ્રાપ્ત કરવા માટેની ચળવળ
30મી મે, 1925 મુદ્દે મેથી નવેમ્બર.
માર્ચથી એપ્રિલ, 1927 – નાનકિંગ-હેન્કો મુદ્દો
મે, 1928થી લઇને એપ્રિલ, 1929 સુધી – ત્સિનાન બનાવ
1928 અને 1932 વચ્ચેનાં વર્ષો દરમિયાન જાપાન સાથેના તેના સંઘર્ષના અહિંસક શસ્ત્ર તરીકે ચીને ટેરિફ અને બોયકોટનો કરેલો ઉપયોગ જાપાનની ચીજવસ્તુઓની આયાત ઘટાડવાનાં કે પછી જાપાનના હુમલાને નિરૂત્સાહી કરવાનાં ચીનનાં લક્ષ્યો હાંસલ કરવામાં પૂર્ણપણે અસરકારક સાબિત થયો ન હતો.
1930ના દાયકામાં જાપાન-વિરોધી બહિષ્કારને વ્યાપક સમર્થન સાંપડ્યું હતું.
1931-32 -વેનપાઓશાન મુદ્દો
ચીન પર જાપાનની ચઢાઇનના પ્રત્યુત્તરરૂપે 1930ના સમગ્ર દાયકા દરમિયાન ચીન દ્વારા જાપાનની ચીજવસ્તુઓનો અવાર-નવાર બહિષ્કાર.
સેનકાકુ/ડિયાઓયુ ટાપુઓ મામલે સંઘર્ષ થયા બાદ ચીનના ગ્રાહકોએ 2012માં જાપાનનો સંપૂર્ણપણે બોયકોટ કર્યો હતો.
ચીન અને પશ્ચિમી સત્તાઓ ( 1900-1940s)
ચીનના બજારમાં વિદેશી ઉત્પાદનોનો બહિષ્કાર એ ઐતિહાસિક દ્રષ્ટિએ ચાઇનિઝ રાષ્ટ્રવાદના વિકાસ અને મહા સત્તાઓની પજવણીનો ભોગ બન્યાની ભાવના સાથે નિકટતાપૂર્વક સંકળાયેલો મુદ્દો છે. ચાઇનિઝ વેપારીઓ તેમજ વપરાશકર્તાઓ દ્વારા સમર્થિત બહિષ્કારો એ ઓગણીસમી સદીના અંત ભાગથી સિનો-પશ્ચિમી સંબંધોની એક સતત જોવા મળતી લાક્ષણિકતા હતી તથા 1900 અને 1940ના વચ્ચેના સમયગાળા દરમિયાન તે ખાસ જોવા મળી હતી.
મોટાપાયે સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર 1905માં આકાર પામ્યો હતો અને તેમાં અમેરિકન ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે ચીન એવો મજબૂત દ્રષ્ટિકોણ ધરાવતું હતું કે, અમેરિકન સરકાર ચીનના સ્થળાંતરિતો સાથે ઉગ્ર અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરે છે. 1905ના ઊનાળાની ઋતુ દરમિયાન ચીનનાં મોટાં શહેરોના વેપારીઓએ અમેરિકાનાં ઉત્પાદનોનો વેપાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી બીજો એક મોટો બહિષ્કાર 1925-1926માં થયો હતો. આ વખતે બ્રિટનમાં ઉત્પાદન થયું હોય તેવી ચીજોને નિશાન બનાવવામાં આવી હતી.
બ્રિટિશ-વિરોધી આ બહિષ્કાર મુખ્યત્વે દક્ષિણ ચીનમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધરાવતો હતો, તથા તેનો હેતુ ચીન પર બ્રિટનનો રાજકીય પ્રભાવ ઘટાડવાનો હતો.
વિશ્વમાં નાઝી વિરોધી બહિષ્કાર
જર્મનીમાં 5મી માર્ચ, 1933ના રોજ ચૂંટણીઓમાં નાઝી પક્ષના વિવજય બાદ યહૂદી વિરોધી કરવેરાઓ સામે વિરોધસ્વરૂપે, વિશ્વભરમાં વસતી યહૂદી પ્રજાએ ઠેર-ઠેર સામૂહિક રેલીઓ, કૂચ યોજી હતી અને જર્મનીનો સ્વયંભૂ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલના રોજ નાઝીવાદીઓનો નિશ્ચયાત્મક રીતે બહિષ્કાર થયા બાદ આ બહિષ્કાર એક સંગઠિત ચળવળમાં પરિણમ્યો હતો.
20મી માર્ચના રોજ વિલ્નાના યહૂદીઓ દ્વારા બહિષ્કારની ઘોષણા કરવામાં આવી, જેને પગલે યૂરોપમાં બહિષ્કાર ચળવળનાં મંડાણ થયાં અને છ દિવસ પછી વોર્સો (પોલેન્ડ) તેમાં જોડાયું. ટૂંક સમયમાં જ આ ચળવળ સમગ્ર પોલેન્ડમાં પ્રસરી ગઇ તથા યુનાઇટેડ બોયકોટ કમિટી ઓફ પોલેન્ડ દ્વારા તેને એકીકૃત કરવામાં આવ્યું.
બહિષ્કારની આ ચળવળ ટૂંકા ગાળા માટેની હતી, જોકે, જાન્યુઆરી, 1934માં પોલેન્ડે હિટલર સાથે દસ વર્ષના સમયગાળાની બિન-આક્રમકતા સંધિ પર હસ્તાક્ષર કર્યા, જેમાં બહિષ્કારની પ્રવૃત્તિઓની સમાપ્તિ સંધિની પૂર્વ-શરત તરીકે નિયત કરવામાં આવી હતી.