ગુજરાત

gujarat

ETV Bharat / bharat

9 જાન્યુઆરી: ભારત માટે ભૌગોલિક સિદ્ધિનો દિવસ, જાણો ઇતિહાસ - મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત

જીવનનો દરેક દિવસ નવી સિધ્ધિ અથવા કોઈ વિશેષ ઘટનાની નજરથી મહત્વપૂર્ણ હોય છે. આમાં, કેટલીક ઘટનાઓ ઐતિહાસિક બની જતી હોય છે. ભારત સિવાય 9 જાન્યુઆરીનો દિવસ વૈશ્વિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને ઘણી ઘટનાઓનોનો સાક્ષી રહ્યો છે. જાણો 9 જાન્યુઆરીનો ઇતિહાસ

History Of 9 January
આજના દિવસનો ઇતિહાસ

By

Published : Jan 9, 2020, 4:54 AM IST

નવી દિલ્હી: પૃથ્વીના આત્યંતિક દક્ષિણમાં સ્થિત બર્ફીલા એન્ટાર્કટિકા ખંડોમાં પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન દળ પહોંચ્યું. ભારત માટે આ એક મોટી ભૌગોલિક સિદ્ધિ હતી.

આ અભિયાન 1981માં શરૂ થયું હતું અને ટીમમાં કુલ 21 સભ્યો હતા, જેની અધ્યક્ષતા ડો.એસ. ઝેડ. કાસિમ હતા. કાસિમ તે સમયે પર્યાવરણ વિભાગના સચિવ હતા અને રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાનના ડિરેક્ટર પદે હતા.

આ મિશનનું લક્ષ્ય અહીં વૈજ્ઞાનિક સંશોધન કરવાનું હતું. ટીમે 6 ડિસેમ્બર, 1981 ના રોજ ગોવામાંથી તેની યાત્રા શરૂ કરી હતી અને 21 ફેબ્રુઆરી, 1982 ના રોજ એન્ટાર્કટિકાથી ગોવામાં પરત ફરી હતી.

દેશના ઇતિહાસમાં 9 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનો ક્રમ નીચે મુજબ છે.

  • 1664: સુરતમાં લૂંટ ચલાવ્યા પછી શિવાજી શહેર છોડીને ગયા.
  • 1792: તુર્કી અને રશિયાએ જસ્સી કરાર પર હસ્તાક્ષર કરાયા.
  • 1873: નેપોલિયન તૃતીયનું અવસાન થયું.
  • 1915: મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી બોમ્બે પહોંચ્યા.
  • 1927: વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન શરૂ કરનાર સુંદરલાલ બહુગુણાનો જન્મ
  • 1934: પોતાના અવાજના જાદુથી લાખો લોકોના દિલો પર રાજ કરનાર પ્લેબેક સિંગર મહેન્દ્ર કપૂરનો જન્મ થયો.
  • 1963: દેશમાં સ્વર્ણ નિયંત્રણના ઉપાયોની જાહેરાત કરવામાં આવી.
  • 1972: જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 1971 માં, ફિચર ફિલ્મોના નિર્માણમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ સમયગાળા દરમિયાન અહીં કુલ 433 ફીચર ફિલ્મો બનાવવામાં આવી હતી.
  • 1982: ભારતની પ્રથમ વૈજ્ઞાનિક અભિયાન ટીમ એન્ટાર્કટિકા પહોંચી.

ABOUT THE AUTHOR

...view details