ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરનો ઉદય અને પતન... - ઉત્તર પ્રદેશ વિધાનસભા

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભામાં 403 ધારાસભ્યોમાંથી એક કુલદીપ સેંગર સામાન્ય ધારાસભ્ય બનીને જ રહી જાત, જો તેનું નામ ઉન્નાવ દુષ્કર્મ ઘટનામાં નામ ન આવ્યું હોત તો. 8 એપ્રિલ 2018માં ઉન્નાવ ખાતે દુષ્કર્મની ઘટના ત્યારે સામે આવી જ્યારે પીડિતાએ મુખ્યપ્રધાન યોગીના નિવાસસ્થાને આત્મદહનની કોશિશ કરી.

kuldeep sengar

By

Published : Aug 1, 2019, 11:17 PM IST

Updated : Aug 1, 2019, 11:25 PM IST

આ ઘટનામાં સૌથી ખતરનાક વણાંક ત્યારે આવ્યો, જ્યારે પીડિતાના પિતાની બીજા જ દિવસે પોલીસ કસ્ટડીમાં હત્યા થઈ ગઈ. આ ઉપરાંત કુલદીપ સેંગરના ભાઈ અતુલ સેંગર દ્વારા તેને નિર્દયતાપૂર્વક માર મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

કુલદીપ સેંગરે કોંગ્રેસની સાથે 90ના દાયકામાં રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી, પણ 2002માં તે બસપામાં જોડાઈ ગયા અને ઉન્નાવની સદર સીટ પરથી પહેલી વખત ચૂંટણી જીત્યા. આ પ્રથમ મોકો હતો, જ્યાં બસપાએ જીત મેળવી હતી.

ત્યાર બાદ સેંગર સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયાં અને 2007માં બાંગરમઉ સીટી જીત્યા. ત્યાર બાદ 2012માં તેમને ઉન્નાવની ભાગવતનગર સીટ પર ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું, ત્યાં પણ તેને જીત મેળવી હતી.

સેંગરની તાકાતનો પરચો ત્યાં જ મળી જાય છે કે, તેણે સતત ત્રણ વખત અલગ અલગ સીટ પર જીત મેળવવામાં સફળ રહ્યા હતાં.

સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાંથી મુલાયમ સિંહ હટી જતાં સેંગરે ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું. ત્યાર બાદ 2017માં ફરી એક વાર બાંગરમઉ સીટ પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત નોંધાવી હતી.

સેંગર દ્વારા કરવામાં આવેલો દુષ્કર્મ તથા તેમા આરોપી જાહેર થતાં તેના લગભગ તમામ સાથી મિત્રો અને સહયોગીઓને જબરદસ્ત આંચકો લાગ્યો હતો.

તમામ લોકો તેને એક સંવેદનશીલ તથા કોઈને પણ નુકશાન ન પહોંચાડનારા નેતાના રૂપમાં જોતા હતાં. તેમના જણાવ્યા અનુસાર સેંગરની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેના ઉદાર સ્વભાવને કારણે જ હતી.

સેંગરની વિરુદ્ધ આરોપની પાછળ પણ પૃષ્ઠભૂમિ રચાયેલી છે.

દુષ્કર્મ પીડિતાની પિતા કુલદીપ સેંગરના નજીકના સહયોગી હતા અને બંને પરિવાર વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો હતો.

કુલદીપ સેંગરે જ્યારે પોતાની પત્ની સંગીતાને જિલ્લા પંચાયતના અધ્યક્ષ માટે ચૂંટણી મેદાનમાં ઊતાર્યા ત્યારથી બંને પરિવાર વચ્ચે મતભેદો શરૂ થવા લાગ્યા હતાં.

દુષ્કર્મ પીડિતાનો પરિવાર યુવતીની માને ચૂંટણીમાં ઊતારવા માગતા હતા, પણ સેંગરની પત્ની આરામથી ચૂંટણી જીતી જતાં આ દુશ્મની વધારે ઊંડી થઈ હતી. વધુ તો ત્યારે થઈ જ્યારે આટલું થવા છતાં પણ કુલદીપ સેંગર 2017ની ચૂંટણી જીતી ગયા.

તેમના વિસ્તારમાં લોકો સાથે કોનો સંપર્ક સૌથી વધારે છે તે બાબતે પણ હંમેશા ઝપાઝપી થતી રહેતી હતી.

આ અંગે અગાઉ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પણ સવાલો ઊભા કર્યા હતાં. સાક્ષી મહારજનું તો ત્યાં સુધી કહેવું છે કે, પીડિતાએ પોતે જ્યારે સૌથી પહેલા ફરિયાદ નોંધાવી ત્યારે ધારાસભ્યનું નામ કેમ નથી લખાવ્યુ ? તેણે ત્યારે આ ઘટનાને કેમ ન ઉઠાવી, જ્યારે સેંગર ચૂંટણી જીતી ગયા.પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવવા માટે કેમ એક વર્ષની રાહ જોઈ ?

જો કે, આ અંગે સેંગરે પણ કહ્યું હતું કે, કોઈ પણ પીડિતના પરિવારની શાખ પર કેમ કઈ બોલવા તૈયાર નથી.

આ તમામની વચ્ચે રસપ્રદ તો એ છે કે, જેલમાં હોવા છતાં પણ સેંગરે સાક્ષી મહારાજને સમર્થન આપ્યું હતું. જેને લઈ એવી પણ એક અફવાનું બજાર કામ કરી રહ્યું હતું કે, સેંગરના કારણે જ લોકસભા ચૂંટણીમાં સાક્ષી મહારાજની જીત થઈ છે.

બાદમાં સાક્ષી મહારાજ સેંગરનો આભાર માનવા સીતાપુરની જેલમાં પણ જઈ આવ્યા હતાં. ત્યારે પણ સેંગર મીડિયામાં ચર્ચાયા હતાં.

સો વાતની એક વાત હાલમાં ઉન્નાવની ઘટનાને લઈ કુલદીપ સેંગરના બીજી જગ્યાએ તો ઠીક ખુદ ભાજપમાં જ તેના અનેક દુશ્મનો ઊભા થઈ ગયા છે.

Last Updated : Aug 1, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details