ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશમાં ભાજપનો 28 બેઠકો પર ભવ્ય વિજય, ઐતિહાસિક જીત - LoksabhaElection

ભોપાલ: વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની કુલ 29 બેઠકો માંથી 28 બેઠક પર ઐતિહાસિક જીત મેળવી હતી.

ફાઇલ ફોટો

By

Published : May 24, 2019, 9:43 AM IST

આ પ્રદેશમાં ભાજપનો સૌથી સારુ પ્રદર્શન રહ્યુ હતું. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં કુલ 29 બેઠકો પર જીત હાંસલ કરી હતી. 2014માં છિન્દવાડા તથા ગુનાની બે જ બેઠકો ભાજપને મળી હતી.તેમાંથી આ વખતે ભાજપએ ગુના બેઠને પણ હાંસલ કરી લીધી છે.

ગુના લોકસભા બેઠકથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા ચાર વખત સતત સાસંદ રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાની સામે પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ભાજપના કૃષ્ણપાલ યાદવને 1,25,549 મતોના તફાવતથી હરાવ્યા હતા.

વર્ષ 2001માં મધ્યપ્રદેશને બે ભાગલા કરવામાં આવ્યા હતા, જેમાં મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ બે રાજ્ય બન્યા હતા. મધ્યપ્રદેશની 40 લોકસભા બેઠકમાંથી 11 બેઠકો છત્તીસગઢમાં જતી રહી હતી તથા 29 બેઠકો મધ્યપ્રેદશમાં રહી હતી. આ વખતે ચૂંટણીમાં ભાજપના ફક્ત બે ઉમેદવાર જ 90,000 તથા 1 લાખના તફાવતથી જીત્યા હતા. જોકે બીજા ઉમેદવારો 1 લાખ થી 5 લાખના મોટા તફાવતથી જીત હાંસલ કરી હતી.
તો, છિન્ડવાડા લોકસભા બેઠકથી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પુત્ર નકુલનાથએ ભાજપના નથન શાહને માત્ર 37,536 મતોના તફાવતથી હરાવ્યા હતા. જોકે મધ્યપ્રદેશમાં હારનો તફાવત સૌથી ઓછો છે.

ભાજપએ વર્તમાન 26 સાસંદોમાંથી 13 સાંસદોને ટિકીટ આપી હતી. આ તમામ નેતાઓ એ જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસએ તેના 3 સાસંદોમાંથી ફક્ત બે સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા તથા કાતિલાલ ભૂરિયાને મૈદાનમાં ઉતર્યા હતા., પરતું આ બન્નેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપાએ ચાર મહિલાઓ પ્રજ્ઞા સિંહ ઠાકુર (ભોપાલ), સંધ્યા રાય (ભીંડ), હિમાદ્રિ સિંહ (શહડોલ) તથા રીતિ પાઠક (સીધી)ને મધ્યપ્રદેશમાં ટિકીટ આપી હતી.આ ચારેયએ જીત હાંસલ કરી હતી. તો બીજી બાજુ કોંગ્રેસે આ ચારેય મહિલાઓની સામે 4 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ પાંચે ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details