નવી દિલ્હી: નેપાળી વડાપ્રધાનના આ નિવેદનથી દેશભરમાં વિરોધાત્મક પ્રતિક્રિયા આવી રહી છે, ત્યારે દિલ્હી ભાજપના નેતા વિજય જોલીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, નેપાળી વડાપ્રધાનના આ નિવેદનથી હિન્દુઓની લાગણી દુભાઇ છે.
નેપાળી PMના નિવેદનથી હિન્દુઓને દુ:ખ પહોંચ્યું: BJP નેતા વિજય જોલી - નેપાળી વડાપ્રધાન
પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા વિજય જોલીએ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામ અને અયોધ્યા અંગે આપેલા નિવેદનની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓલીના આ નિવેદનથી સમગ્ર હિન્દુઓને દુ:ખ પહોંચ્યું છે. તમને જણાવી દઇએ કે, નેપાળી વડાપ્રધાને અયોધ્યા અને ભગવાન રામ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભગવાન રામ નેપાળમાં જન્મ્યા હતા અને અયોધ્યા નેપાળમાં છે.
ભાજપ નેતા વિજય જોલી
તેમણે કહ્યું કે, ભારત અને નેપાળની વચ્ચે બેટી-રોટીનો સંબધ છે. નેપાળી વડાપ્રધાન તેમની રાજનીતિને લીધે ખરાબ ન કરે, લાખો નેપાળી ભારતમાં રહીને રોજગાર મેળવે છે અને નેપાળ સાથે ભારતનો ગાઢ સંબંધ છે.
તમને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા દિવસોથી નેપાળી વડાપ્રધાન કેપી શર્મા ઓલી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યાં છે. જે બાદ ભારત અને નેપાળના સંબધોમાં કડવાશ જોવા મળી રહી છે.
Last Updated : Jul 15, 2020, 11:06 AM IST