વલસાડઃ યુથ ઈન એક્શનના નેશનલ કન્વિનર શતરૂદ્ર પ્રતાપ દ્વારા હિન્દુ જનજાગૃતિ માટે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમનું આયોજન કરે છે. મેં ઓર મેરા ભારત શીર્ષક હેઠળ આયોજિત આ વિચારગોષ્ઠિમાં રવિવારે વાપીના VIA હોલ ખાતે ભારતના જાણીતા સ્પીકર, રાજનેતા અને પાર્લમેન્ટ, રાજ્યસભાના મેમ્બર ડૉ. સુબ્રમણ્યમ્ સ્વામીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું.
પોતાના પ્રવચનમાં સ્વામીએ જણાવ્યું હતું કે, ચીન ભારતને હિન્દુ રાષ્ટ્ર કહે છે, ત્યારે કોઈને કોઈ વાંધો નથી, પરંતુ હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ રાષ્ટ્ર કહે તો અનેકને તકલીફ ઊભી થઈ જાય છે. ભારતે પારસીઓને શરણ આપી અને તેમનો ધર્મ બચાવ્યો છે. એ જ પારસીઓએ અહીં અનેક ક્ષેત્રેમાં પ્રગતિ કરી છે, જમીનો ખરીદી છે અને વર્ષોથી દેશમાં વસવાટ કરી રહ્યાં છે. આ જ ભારતે યહૂદીઓને પણ શરણ આપેલી છે. વર્ષોથી આ દેશમાં દરેક ધર્મના લોકો રહે છે.