ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2020, 4:14 PM IST

ETV Bharat / bharat

દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલ કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત, 980 બેડનો વધારો કરાયો

દિલ્હીની મોટી હિન્દુ રાવ હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. જ્યારે આ હોસ્પિટલના 209 દર્દીઓને નિગમની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિન્દુ રાવ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 980 બેડનો વધારો કરોવામાં આવ્યો છે.

દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલ કરોના હોસ્પિટલમાં રૂપાંતરિત, 980 બેડનો કરાયો વધારો

દિલ્હીઃ નોર્થ MCDની મોટી હિન્દુ રાવ હોસ્પિટલ કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. હિન્દુ રાવમાં દાખલ કરાયેલા 209 દર્દીઓને નિગમની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમા કસ્તુરબા હોસ્પિટલ, રાજન બાબુ ટીબી હોસ્પિટલ અને ગિરધારી લાલ હોસ્પિટલ આ હોસ્પિટલોમાં દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. હિન્દુ રાવ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 980 બેડનો વધારો કરોવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાને રાજધાની દિલ્હીની ચિંતાજનક પરિસ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. જેમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની સૌથી મોટી હોસ્પિટલ હિન્દુરાવને કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાના નિર્ણય સહિત છે. રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યામાં આશરે 980 બેડનો વધારો કરવામાં આવ્યો હતો.

દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલ કરોના હોસ્પિટલમાં રૂપાંતરિત, 980 બેડનો કરાયો વધારો

હાલમાં, હિન્દુરાવ હોસ્પિટલની અંદર 209 દર્દીઓ દાખલ છે, જેઓ તેમની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓને મોકલી રહ્યા છે. જેમાં કસ્તુરબા હોસ્પિટલ, રાજન બાબુ ટીબી હોસ્પિટલ અને ગિરધારી લાલ હોસ્પિટલ સામેલ છે અને ટૂંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જો કે, હિન્દુ રાવ હોસ્પિટલની અંદર, દાખલ દર્દીઓ હાલમાં કસ્તુરબા હોસ્પિટલની જવા માગતા નથી. કારણ કે કસ્તુરબા હોસ્પિટલ જૂની દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં આવેલી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં કોરોનાના ઘણા કેસ નોંધાયા છે. જેના કારણે આ હોસ્પિટલમાં જવા માટે દર્દીઓ ડરી રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ, પાટનગર દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે ચિંતાજનક પરિસ્થિતિને કારણે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી મોટી હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આ પછી, દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે આશરે 980 બેડનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ કોરોના કેસને જોતા કસ્તુરબા હોસ્પિટલની જવા માગતા નથી.

ABOUT THE AUTHOR

...view details