હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિન્કી ચૌધરીએ JNU હિંસા મામલે જવાબદારી સ્વીકારી હતી. તે અને તેના સાથીઓ ધરપકડ માટે તૈયાર છે, તેવું નિવેદન આપ્યું હતું.
હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિન્કી ચૌધરી JNU હિંસા મામલે જવાબદારી સ્વીકારી - હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિંકી ચૌધરીએ JNU હિંસા મામલે જવાબદારી સ્વીકારી
નવી દિલ્હી: હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પિન્કી ચૌધરીએ સોમવારે વીડિયો જાહેર કરી JNU પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. મંગળવારે તેમણે કહ્યું કે, તે અને તેના સાથીઓ ધરપકડ માટે તૈયાર છે. ગત રાત્રે ઉત્તર પ્રદેશ પોલીસ તેના ઘરે પહોંચી હતી.
પિન્કી ચૌધરી સાથે થયેલી વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, પૂર્વમાં કેજરીવાલની ઓફિસ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, તેની જવાબદારી સ્વીકારી હતી. તેણે આગળ કહ્યું કે, જો JNUના વિદ્યાર્થીઓ દેશ વિરોધી ગતિવિધીઓ કરતા જણાશે, તો તેમના પર હુમલાઓ કરવામાં આવશે.
સોમવાર રાત્રે પોલીસ તેના ઘરે પહોંચી હતી, જે સામે પિંકી ચૌધરીએ કોઈ વાંધો દર્શાવ્યો ન હતો. પિંકી ચૌધરીએ કહ્યું કે, હું અને મારા 150 સાથીઓ ધરપકડ માટે પણ તૈયાર છીએ. કાયદેસર રીતે અમે કંઈ ન કરી શક્યા એટલે અમે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો.