ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગ્વાલિયરમાં હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું - હિંદુ મહાસભાની શાળા

રવિવારે ગ્વાલિયરમાં હિંદુ મહાસભાના સભ્યોએ નાથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ કોંગ્રેસ-ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.

ગ્વાલિયરમાં હિંદુ મહાસભાએ નથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું
ગ્વાલિયરમાં હિંદુ મહાસભાએ નથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું

By

Published : Jan 11, 2021, 1:59 PM IST

Updated : Jan 11, 2021, 2:23 PM IST

  • ગ્વાલિયરમાં નાથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું
  • હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું
  • કોંગ્રેસ-ભાજપે પણ પ્રતિક્રિયા આપી હતી.

ગ્વાલિયર(મધ્ય પ્રદેશ): રવિવારે હિંદુ મહાસભાના સભ્યોએ શહેરમાં ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં હિંદુ મહાસભાની મહિલાઓ અને પુરુષ સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જ્ઞાનશાળાના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસ અને ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપી છે. જ્યારે ભાજપ કાર્યકર કહ્યું, કે આપણે દરેકને ગાંધીના ચશ્માંથી જોઈએ છીએ, જ્યારે કોંગ્રેસના કાર્યકર જણાવ્યું કે, દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.

નાથુરામ ગોડસે ઝિંદાબાદના નારા લગાવ્યા હતા

ગોડસે જ્ઞાનશાળાની શરૂઆત દૌલતગંજની હિંદુ મહાસભા કચેરી ખાતે કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગોડસે સાથેના ચિત્રોમાં ભાજપના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી, કેશવ બલિરામ હેડગેવાર, વિર સાવરકર સહિતના ઘણા મહાન માણસોના ચિત્રો પણ હતા. આ પ્રસંગે તેમના સમર્થકોએ આરતી કરી હતી અને નાથુરામ ગોડસે ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

હિંદુ મહાસભાની મહિલાઓ અને પુરુષ સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

કોંગ્રેસના નેતા બાલેંડુ શુક્લાએ કહ્યું કે, દરેકને અભિવ્યક્તિની આઝાદી છે

પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા બાલેંડુ શુક્લાએ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી છે. જો આજની યુવા પેઢી માને ત્યારે કંઈક થવું જોઈએ. બધાને ખબર છે કે હાલમાં હિંદુ મહાસભાની પરિસ્થિતિ શું છે. કેટલાક લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આવું કૃત્ય કરે છે, જે લાંબા સમય સુધી ચાલતું નથી.

ગાંધીવાદી ચશ્માથી જ જુએ છે

જો કે, ભાજપના જિલ્લા અધ્યક્ષ કમલ માખીજાનીએ કહ્યું કે, ગોડસે વિશે કોણ શું વિચારે છે, તે તેની વ્યક્તિગત બાબત છે. ભાજપના કાર્યકરો તો દરેકને ગાંધીવાદી ચશ્માથી જ જુએ છે. અમે ગાંધીજીએ બતાવેલા માર્ગને અનુસરીએ છીએ. પછી ભલે તે સત્ય અને અહિંસા, સમાજ સુધારણા અથવા સ્વચ્છતા વિશે હોય.

ગ્વાલિયરમાં હિંદુ મહાસભાએ નાથુરામ ગોડસે જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન કર્યું

પોલીસ પણ એલર્ટ પર હતી

હિંદુ મહાસભાએ એક દિવસ પહેલા જ ગોડસે જ્ઞાનશાળાના લોકાર્પણની ઘોષણા કરી હતી. તેના કારણે પોલીસ પણ એલર્ટ પર હતી. 2017માં હિંદુ મહાસભાએ ગોડસેની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જેનો લોકો દ્વારા ભારે વિરોધ બાદ કોટવાલી પોલીસે જપ્ત કરી હતી. હિંદુ મહાસભા દર વર્ષે તેમની જન્મજયંતિ અને શહાદત દિવસની ઉજવણી કરે છે.

Last Updated : Jan 11, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details