JNUમાં થયેલી તોડફોડ અને હુમલાના કેસમાં દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ મારપીટ કરનારા તમામ બુકાનીધારી લોકોની ઓળખ કર્યાની વાત કરી રહી છે. આ બધા વચ્ચે હિન્દુ રક્ષા દળે આખી ઘટનાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે, તેમના દ્વારા જ આ બધું કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ કરતા રહેશે.
JNU પર હુમલો અમે કર્યો :હિન્દુ રક્ષા દળ - Hindu Raksha Dal
નવી દિલ્હી: JNUમાં થયેલા હુમલાની જવાબદારી હિન્દુ રક્ષા દળે સ્વીકારી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પિંકી ચૌધરીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માર મારનાર લોકો તેમના કાર્યકરો હતા. વધુમાં પિંકી ચૌધરીએ કહ્યું કે, તેઓ આવા વિદ્યાર્થીઓ અને લોકો સામે આવી કાર્યવાહી ચાલુ રાખશે.
હિન્દુ રક્ષા દળ
હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર ઉર્ફે પિંકી ચૌધરીએ કહ્યું કે, JNUમાં ભણતા ઘણા લોકો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. જેના કારણે હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ આ પગલું ભરવું પડ્યું હતું. અને આગળ પણ આવી કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
Last Updated : Jan 6, 2020, 11:54 PM IST