ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JNUની સામે હિન્દુ સેનાના અનેક વિવાદિત પોસ્ટર લાગ્યા - हिंदु सेना

નવી દિલ્હી: JNUની સામેના રસ્તાઓ પર હિન્દુ સેનાના અનેક સ્થળોએ વિવાદિત પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં વામપંથ વિરૂદ્ધ કેટલીક વાતો દર્શાવેલી છેે. જેમાં કેટલાક વિવાદિત સ્લોગન લખેલા છે.

JNU સામે હિંદુ સેનાના લાગ્ચા અનેક વિવાદિત પોસ્ટર
JNU સામે હિંદુ સેનાના લાગ્ચા અનેક વિવાદિત પોસ્ટર

By

Published : Jan 11, 2020, 11:30 AM IST

પોસ્ટર પર સુરજીત યાદવના ફોન નંબર

JNUની સામે આવેલા રસ્તાઓ પર લગાવેલા પોસ્ટર પર હિન્દુ સેનાના સુરજીત યાદવનું નામ અને નંબર લખ્યા છે. આપેલા નંબર પર ETV BHARATની ટીમે તપાસ કરી હતી. આ નંબર પર સુરજીત યાદવ સાથે વાતચીત થઇ હતી. આ મામલાને લઇને સુરજીત યાદવે એક મેસેજ પણ આપ્યો છે.

JNU સામે હિંદુ સેનાના લાગ્ચા અનેક વિવાદિત પોસ્ટર

SFI પર લગાવ્યો ચીનના સમર્થનનો આરોપ

હિન્દુ સેનાના સુરજીત યાદવના અનુસાર JNUના વિદ્યાર્થી સંગઠન SFI પર ચીનનું સમર્થન સંગઠન હોવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે આ પોસ્ટરમાં આઝાદીના નારા પર પણ કોમેન્ટ કરી હતી.

લગાવ્યા JNU વિદ્યાર્થી સંગઠન પર આરોપ

પોસ્ટરમાં વિદ્યાર્થી સંગઠનના JNUમાં અશ્લીલતા ફેલાવવા, સેનાના મૃત્યુને લઇને જશ્ન મનાવવા અને પોલિસ પર પત્થર ફેંકવા સાથેની સંલગ્ન વાત દર્શાવેલી છે. તેવા પોસ્ટર દરેક જગ્યાએ લગાડેલા છે. આ પોસ્ટર JNU ગેટથી લઇને નેંસલ મંડેલા રસ્તા પર થઇને મુનિરકા સુધી લાગેલા છે.

ABOUT THE AUTHOR

...view details