ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત હિન્દી, હિન્દુ અને હિન્દુત્વથી અનેકગણો મોટો છે: ઓવૈસી - હિન્દી દિવસનો વિરોધ

નવી દિલ્હી: ભારત આજે હિન્દી દિવસ મનાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એક કાર્યક્રમમાં હિન્દી ભાષાનો ઉપયોગ વધારવા ભારતમાં એક ભાષાના રુપમાં બાપૂ અને સરદાર પટેલના સપનાને પુરુ કરવાની અપિલ કરી છે. આ તમામની વચ્ચે હિન્દી ભાષાને દરેકના પર ન થોપવી (#StopHindiImposition) જોઈએ એ પ્રકારનો એક ટ્રેડ ટ્વીટર પર ચાલ્યો છે. ત્યારે વાત ત્યાં આવીને અટકી છે, તેની વિરુદ્ધમાં આજે એક લાખથી પણ વધારે હૈશટેગ ટ્વીટ કરવામાં આવ્યા છે.

StopHindiImposition

By

Published : Sep 14, 2019, 9:32 PM IST

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ હિન્દી દિવસની શુભકામના તો આપી છે, સાથે સાથે તેમણે માતૃભાષાને લઈ પોતાની પાર્ટીનો મત પણ રજૂ કર્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, હિન્દી દિવસ પર તમને બધાને શુભકામના, આપણે દરેક ભાષાનો સમાન રીતે સન્માન કરવું જોઈએ. આપણે અનેક ભાષા શિખી શકીએ છીએ, પણ આપણે આપણી માતૃભાષાને પણ ન ભૂલવી જોઈએ.

આ બાજુ દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં જોઈએ તો સ્થાનિક નેતાઓએ હિન્દી દિવસનો વિરોધ કર્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, ભાષા જ્ઞાનને વધારાવા માટેનું એક માધ્યમ છે. આપણે તેને પ્રેમથી આગળ વધારી શકીએ છીએ, નહીં કે બળજબરીપૂર્વક. અમે હિન્દીના વિરોધમાં નથી. પણ અમે તેને બીજા પર લાદવાની વિરુદ્ધમાં છીએ. અમે હિન્દી દિવસ ઊજવવાની વિરોધમાં છીએ. હિન્દી ફ્કત એક એકાધિકારિક ભાષા છે. ભાષા ક્યારેય જૂઠાણાના સહારે આગળ વધી શકતી નથી. તે પ્રમેથી આગળ વધે છે.

તો બીજી બાજું હિન્દી દિવસના વિરોધમાં કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ પણ અવાજ ઉઠાવ્યો છે.તેમણે કહ્યું હતું કે, દેશ હિન્દી દિવસ મનાવી રહ્યો છે, પણ હું વડાપ્રધાનને પુછવા માગુ છું કે, એ દિવસ ક્યારે આવશે કે, જ્યારે દેશમાં કન્નડ ભાષા દિવસ પણ મનાવવામાં આવે. અમે બધા આ દેશમાં બરાબર છીએ.

સાથે સાથે અમિત શાહના નિવેદન પર એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, હિન્દી દરેક ભારતીયની માતૃભાષા નથી. શું તમે દેશની વિવિધતા અને અન્ય બીજી ભાષાઓની સુંદરતાના વખાણ કરી શકો છો, સંવિધાનના આર્ટિકલ 29 મુજબ દેશમાં દરેક નાગરિકને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે આઝાદી આપે છે. ભારત હિન્દી, હિન્દુ અને હિન્દુત્વથી અનેકગણો મોટો છે.

આ સાથે આજે ટ્વીટર પર હિન્દી ભાષાને દરેકના પર ન થોપવી (#StopHindiImposition) જોઈએ એ પ્રકારનો એક ટ્રેડ ટ્વીટર પર ચાલ્યો છે. ત્યારે વાત ત્યાં આવીને અટકી છે, તેની વિરુદ્ધમાં આજે એક લાખથી પણ વધારે હૈશટેગ ટ્વીટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details