ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્લાસ્ટિકનો આવો પણ ઉપયોગ થઈ શકે ! હિમાચલ પ્રદેશની કલ્પનાની આ કારીગરી જાણવા જેવી - પ્લાસ્ટિક

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના મનાલીમાં રહેતા કલ્પના ઠાકુરને પ્લાસ્ટિકના રિસાયક્લિંગનો એક હટકે તોડ શોધ્યો છે. તેઓ પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને સુંદર ચીજ-વસ્તુઓ બનાવે છે.

પ્લાસ્ટિકનો આવો પણ ઉપયોગ થઈ શકે? હિમાચલ પ્રદેશની કલ્પનાની આ કારીગરી જાણવા જેવી
પ્લાસ્ટિકનો આવો પણ ઉપયોગ થઈ શકે? હિમાચલ પ્રદેશની કલ્પનાની આ કારીગરી જાણવા જેવી

By

Published : Dec 30, 2019, 11:41 PM IST

કલ્પના મૂળ લાહૌલ સ્પીતી જિલ્લાના ચૌનખાગ ગામના વતની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓ પરિવાર સાથે મનાલીમાં રહે છે.

ઇટીવી ભારત સાથે વાત કરતાં કલ્પનાએ કહ્યું હતું કે, "મને ખબર હતી કે, આપણે પ્લાસ્ટિકના કચરાનો મોટો જથ્થો ભેગો કરીએ છીએ. અમારી કચરાપેટી દિવસના અંતે પ્લાસ્ટિકના કચરાથી ભરાઈ જતી હતી. પ્લાસ્ટિકથી માનવજાત અને પર્યાવરણને થતાં નુકસાન વિશે જાણીને હું ચોંકી ગઈ'

હિમાચલ પ્રદેશની કલ્પનાની આ કારીગરી જાણવા જેવી

કલ્પનાએ ઉમેર્યુ હતું કે, ' મનાલીમાં પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂક્યા બાદ તેણે પ્લાસ્ટિકનો ઘણો ઉપયોગ કર્યો હતો. જેનાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરી સુંદર ચીજ વસ્તુઓ બનાવવાની શરુઆત કરી'

કલ્પનાએ એમ પણ જણાવ્યુ હતું કે, "આ શોખ હવે મારા માટે એક રસનો વિષય બની ગયો છે. લોકો આ કામ માટે મારી પ્રશંસા કરે છે, જેનાથી મને પ્લાસ્ટિકના કચરાનું રિસાયક્લિંગ કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા મળે છે'

અનેક સંસ્થાઓએ તેમના પ્રશંસનીય કાર્ય બદલ તેમનું સન્માન પણ કર્યું છે. કલ્પનાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સરકારના અભિયાનની પણ પ્રશંસા પણ કરી છે. આ ઉપરાંત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા લોકોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details