હૈદરાબાદઃ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની કાર સાથે દુર્ઘટના ઘટી હતી. જ્યારે તે ભુવનાગીરી જિલ્લાના ખૈતપુરમ ચાઉટુપ્પલથી જઈ રહ્યાં હતા ત્યારે તેમની કારસ સાથે દુર્ઘટના બની હતી.
હિમાચલપ્રદેશના રાજ્યપાલને નડ્યો અકસ્માત, કોઈ જાનહાની નહી - Himachal pradesh News
હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેયની કાર સાથે દુર્ઘટના ઘટી હતી. જ્યારે તે ભુવનાગીરી જિલ્લાના ખૈતપુરમ ચાઉટુપ્પલથી જઈ રહ્યાં હતા ત્યારે તેમની કારસ સાથે દુર્ઘટના બની હતી.
![હિમાચલપ્રદેશના રાજ્યપાલને નડ્યો અકસ્માત, કોઈ જાનહાની નહી Dattatreya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9871843-468-9871843-1607929430465.jpg)
Dattatreya
દુર્ઘટનામાં કોઈ જાનહાની નહી
જ્યારે દુર્ઘટના બની ત્યારે દત્તાત્રેયના ડ્રાઈવર અને પર્સનલ આસિસટન્ટ પણ કારમાં સવાર હતાં. આપને જણાવી દઈએ કે બંડારૂ દત્તાત્રેય સૂર્યાપેટ જઈ રહ્યાં હતા તે દરમિયાન તેમની સાથે અક્સ્માત સર્જાયો હતો. દુર્ઘટના બાદ દત્તાત્રેય બીજી ગાડી દ્વારા સૂર્યાપેટ પહોંચ્યા હતાં. જોકે આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. તેમજ દત્તાત્રેય પણ સુરક્ષિત છે.