માઉન્ટ આબુ: રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુ પર હવામાન બદલાતા આજે સવારે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. હિલ સ્ટેશન પર આજે સતત બીજા દિવસે પણ પર્વતો વાદળોથી ઘેરાયેલા હતાં. હજી સુધી સૂર્યદેવને જોયો નથી. તેમજ કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી છે. દર વર્ષ હજારો પ્રવાસી આ હિલ સ્ટેશનની મુલાકાત લેતા હોય છે, પરંતુ આ વર્ષ કોરોના લીધે સન્નાટો છે.
હિલસ્ટેશન માઉન્ટ આબુ પર વાદળછાયું વાતાવરણ...
રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુના પર્વતો વાદળોથી ઘેરાયેલા જોવા મળ્યા હતાં. તેમજ કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે.
હિલસ્ટેશન
હિલસ્ટેશન માઉન્ટ આબુનું વાતાવરણ બીજા દિવસે પણ ખુશનુમા જોવા મળ્યું હતું. પહાડો પર વાદળો છવાયેલા હતા. ચારે તરફ હરિયાળી જોવા મળી હતી. હિલ સ્ટેશનનું આકર્ષણનું કેન્દ્ર નખી તળાવમાં વાદળોની આવનજાવન જોવા મળે છે. કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર પણ ઓછી છે. જે પર્યટકો આવી રહ્યાં છે, તે મોસમની મજા માણી રહ્યાં છે.