મોરબીના પીપળી ગામે ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણ નામના યુવાનની હત્યા મામલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અંગે LCBની ટીમે મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપી ગોરધન શેનીયા ભુરીયા, દિલીપ તીતરીયા દામોઅર અને સુમીલા ગોરધન ભુરીયા એમ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ મુકેશ તીતરીયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયા આ બંન્ને આરોપીઓની પડધરી ખામટા ગામથી ઝડપી લેવામાં આવ્યા છે. કુલ પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે અને ઝડપાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મોરબીના પીપળી ગામમાં થયેલી હત્યાના આરોપીઓના રિમાન્ડ મંજૂર - MRB
મોરબી: જિલ્લાના પીપળી ગામે યુવાનની હત્યાના કેસમાં LCB ટીમે એક મહિલા સહીત પાંચ આરોપીને ઝડપી લીધા છે. ત્યાર બાદ આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે આગામી ૨૨ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
pppppppp
કોર્ટ દ્વારા આરોપીઓના 22 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જે રિમાન્ડ દરમિયાન હત્યામાં વપરાયેલ હથોડી કબ્જે લેવાશે તેમજ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે