ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં મોતનું તાંડવ, આકાશમાંથી વીજળી પડતા 8 લોકોના મોત

બિહારમાં ફરીથી વીજળી પડતા શુક્રવારે રાજ્યના પાંચ જુદા જુદા જિલ્લામાં 8 લોકોના મોત નીપજ્યાં હતાં.વીજળી, ભારે વરસાદના લીધે મરનાર આ 8 મૃત્તકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

By

Published : Jul 3, 2020, 10:55 PM IST

આકાશમાંથી વીજળી પડતા 8 લોકોના મોત
આકાશમાંથી વીજળી પડતા 8 લોકોના મોત

પટના : બિહારમાં વાવાઝોડાના કારણે શુક્રવારે રાજ્યના પાંચ જુદા જુદા જિલ્લામાં વીજળી પડવાથી 8 લોકોના મોત નીપજ્યાં હતા.સમસ્તીપુરમાં 3, લાખીસરાયમાં 2 અને ગયા, બાંકા, જમુઇમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મુખ્યપ્રધાન નીતીશ કુમારે તમામ મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

મળેલી માહિતી મુજબ, શુક્રવારે રાજ્યમાં વીજળી પડવાથી 8 લોકોના મોત નીપજ્યાં હતાં. આ પહેલા ગુરુવારે રાજ્યના જુદા જુદા જિલ્લામાં વાવાઝોડાને કારણે વીજળી પડતા 26 લોકોના મોત નીપજ્યા હતાં.આ અંતર્ગત પટનામાં 6, પૂર્વ ચંપારણમાં 4, સમસ્તીપુરમાં 7, કટિહારમાં 3, શિવહર અને મધેપુરામાં 2 અને પૂર્ણિયા અને પશ્ચિમ ચંપારણ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત થયા હતા. આ પહેલા મંગળવારે બિહારના વિવિધ જિલ્લામાં વીજળી પડવાના કારણે 11 લોકોના મોત નીપજ્યા હતાં, જ્યારે 26 જૂને રાજ્યમાં વીજળી પડવાથી 96 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details