ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓ.પી સિંહે કહ્યું કે, સ્થિતિ સાંપ્રદાયિક તેમજ સંવેદનશીલ થવાને ધ્યાને રાખીને અને અફવાઓને ફેલાતા રોકવા માટે અન્ય જિલ્લામાં પણ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી શકે છે.
તેમણે કહ્યું કે, 'અમારી સોશિયલ મીડિયા સેલ ઇન્ટરનેટ પર તેવા 673 લોકો પર સતત નજર રાખી રહી છે, જેમની પોસ્ટ અથવા ટિપ્પણીઓથી તકલીફ થઇ શકે છે. સ્થાનીય સ્તર પર સંભવિત મુશ્કેલીઓ અને હૉટસ્પૉટની ઓળખ કરવામાં આવી છે.'