ગુરૂદાસપુરની સીટ બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાની સીટ છે. જ્યાં આ સીટ પરથી વિનોદ ખન્ના ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. કેંન્સરની બિમારીને કારણે 2017માં તેમનું નિધન થયું હતું. ત્યારે પણ તેઓ સાંસદ જ હતાં. વિનોદ ખન્ના અહીં આ સીટ પરથી પહેલી વાર 1998માં સાંસદ બન્યા હતાં. ત્યાર બાદ 1999, 2004 અને 2014માં પણ તેઓ ગુરૂદાસપુરથી સાંસદ ચૂંટાયા હતાં. એક વખત તેઓ 2009માં કોંગ્રેસના પ્રતાપસિંહ બાજવા સામે મામૂલી વોટથી હારી ગયા હતાં. ખન્ના 2014માં 1.38 લાખથી પણ વધારે મતથી જીત્યા હતાં.
પંજાબની આ સીટ પર સન્ની દેઓલની એન્ટ્રીએ આકર્ષણ જમાવ્યું - sunny deol
ન્યૂઝ ડેસ્ક: સમગ્ર દેશમાં અત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે. ચાર તબક્કાનું મતદાન તો થઈ ગયું છે. હવે પાંચમા તબક્કાનું મતદાન 6 મેના રોજ થશે. ત્યારે હવે પંજાબનું રાજકારણ વધારે રસપ્રદ થઈ રહ્યું છે, કારણ કે પંજાબની ગુરૂદાસપુર સીટ પરથી ભાજપે આ વખતે બોલિવૂડ સ્ટાર અભિનેતા સન્ની દેઓલને ટિકીટ આપી છે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ તથા રક્ષા પ્રધાને તેમને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં સામેલ કરી લીધા છે. કોંગ્રેસે આ સીટ પર સુનિલ ઝાખડને મેદાનમાં ઉતાર્યા છે.
design
પંજાબમાં ત્રણ સીટ પર લડી રહેલી ભાજપ સાથે સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ છે. શિઅદ બાકીની 10 સીટ પર ચૂંટણી લડી રહી છે. સન્ની દેઓલનું સાચું નામ અજય સિંહ દેઓલ છે. ગુરૂદાસપુર સાથે સન્નીને સીધો સંબંધ નથી પણ તેમના પિતા ધર્મેન્દ્ર લુઘિયાણાના સાહનેવાલથી છે. સન્ની દેઓલે બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મો કરી છે.
પંજાબમાં 13 સંસદીય સીટ પર 19 મેના રોજ સાતમાં તબક્કામાં મતદાન થશે. સાત તબક્કાની આ ચૂંટણીમાં છેલ્લું મતદાન હશે.