ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં મહિલા અને બાળ સુરક્ષાના મુદ્દા પર યોજાઇ ઉચ્ચ સ્તરીય બેઠક

હૈદરાબાદઃ મહિલા વેટનરી ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે વાટાઘાટો શરૂ થઇ છે. હૈદરાબાદની આ ઘટના બાદ દુષ્કર્મ જેવા અપરાધ માટે મૃત્યુદંડની સજા આપવાની માંગે જોર પકડ્યું છે.

high level meeting
મહિલા અને બાળ સુરક્ષાના મુદ્દા પર ઉચ્ચ સ્તરીય બેઠક

By

Published : Dec 5, 2019, 9:50 AM IST

મળતી માહિતી મુજબ તેલંગણામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. હૈદરાબાદમાં મહિલા વેટનરી ડોક્ટરની સાથે થયેલા સામુહિક દુષ્કર્મ બાદ આ બેઠક મળી હતી. બેઠકમાં મહિલા અને બાળ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સંસદમાં પણ આ મુદ્દા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ વિશે સખ્ત કાયદા બનાવવાની વાત કરી છે. હાલમાં જે બેઠક મળી તેમાં તેલંગણાના ગૃહ પ્રધાન પણ હાજર રહ્યા હતા.

રાજ્ય સચિવાલયમાં આયોજિત આ બેઠકમાં 28 નવેમ્બરે મહિલા વેટનરી ડોક્ટરની હત્યા બાદ સ્થિતિ અને જરૂરી સુધારા વિશે ચર્ચા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details