જણાવી દઈએ કે, રાજ્ય સરકારે હાલમાં જ સુરક્ષાના બ્હાને અમરનાથ યાત્રિઓ તથા પર્યકોને તાત્કાલિક ધોરણે કાશ્મીરમાંથી પાછા ફરવા માટેનો એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, યાત્રિઓ જ્યાં પણ છે ત્યાંથી પોત પોતાના ઘરે પાછા વળી જાય. કેમ કે, તેમના પર મોટો હુમલો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેથી સંતર્કતા દાખવી આ પગલું ભરવામાં આવ્યું છે.
કાશ્મીરની પરિસ્થિતી પર અમિત શાહની નજર, દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક - અમરનાથ યાત્રિઓ
નવી દિલ્હી: જમ્મુમાં લાંબા સમયથી ચાલી રહેલી તણાવની સ્થિતિને લઈ ગૃહમંત્રાલય તરફથી એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં NSA અજીત ડોભાલ તથા ગૃહ સચિવ રાજીવ ગાબા સહિતના ઉચ્ચ અધિકારીઓ અહીં હાજર રહ્યા હતાં.
etv
સરકારે જાહેર કરેલા આદેશ બાદ શનિવારે શ્રીનગરથી લઈ જમ્મુ સુધી અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. એરપોર્ટ, રેલ્વે તથા બસ સ્ટેશન પર દરેક જગ્યાએ બસ યાત્રિઓ જ જોવા મળ્યા હતાં.