નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટ સોમવારે 2G સ્પેક્ટ્રમ કેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન એ.રાજા અને અન્ય આરોપીઓને ટ્રાયલ કોર્ટમાંથી નિર્દોષ છોડવાના નિર્ણયની વિરુદ્ધ સીબીઆઈ અને ઇડી દ્વારા વહેલી સુનાવણી માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરશે. આ અગાઉની સુનાવણીમાં કોર્ટે તમામ આરોપીઓને નોટિસ ફટકારી હતી. જસ્ટિસ બ્રિજેશ શેઠની ખંડપીઠ આ અરજી પર સુનાવણી કરશે.
આરોપીને અરજીની નકલ ઉપલ્બધ કરવા સૂચના
31 ઓગસ્ટેે કેસ જ્યારે ન્યાયમૂર્તિ બ્રિજેશ શેઠી પાસે સુનાવણી માટે આવ્યો હતો, ત્યારે તેમણે ઇડી અને સીબીઆઈને તમામ આરોપીઓને અરજીની નકલ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો. આ અગાઉ 14 ઓગસ્ટે સુનાવણી દરમિયાન ઇડી વતી એએસજી સંજય જૈને કહ્યું હતું કે આ કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ બ્રિજેશ શેઠી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે. ઇડીએ કહ્યું હતું કે આ કેસમાં સીબીઆઈ તરફથી દલીલો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કોરોના સંકટને કારણે આરોપીની દલીલો પૂર્ણ થઈ નથી. આરોપીઓની દલીલો પૂરી થયા પછી સીબીઆઈ અને ઇડીને પણ તેમની વધારાની દલીલો રજૂ કરવા માટે સમયની જરૂર છે. સીબીઆઈ અને ઇડીએ ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે