નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે કોરોનાથી સંક્રમિત દર્દીઓના મૃતદેહના ઢગલા બનવાના અહેવાલોની નોંધ લીધી છે. ન્યાયાધીશ રાજીવ સહાય એન્ડલાવા અને આશા મેનનની ખંડપીઠે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી હતી. હવે પછી જાહેરહિતમાં યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવા માટે આ મામલે ચીફ જસ્ટિસ ડી.એન. બેંચ આવતીકાલે એટલે કે 29 મેના રોજ સુનાવણી કરશે.
કોર્ટે કહ્યું કે, આજના મોટાભાગના સમાચારોમાં લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં (એલએનજેપી) કોરોના દર્દીઓના મૃતદેહોના સમાચારો પ્રકાશિત થયા છે. આ સમાચારમાં એવું કહેવામાં આવ્યું છે કે, 108 મૃતદેહો પડેલા છે. 80 મૃતદેહોને રેકમાં રાખવામાં આવ્યાં છે, જ્યારે 28 મૃતદેહોને એકની ઉપર એક રાખવામાં આવ્યાં છે. દિલ્હીમાં કોરોના દર્દીઓની સારવાર માટે લોકનાયક હોસ્પિટલ સૌથી મોટી હોસ્પિટલ છે.