જયપુર (રાજસ્થાન) : અરજીમાં એડવોકેટ સચિન કુમારે કોર્ટને જણાવ્યું કે, રાજ્ય સરકારે કિસાન લોન માફી યોજના હેઠળ ખેડૂતોને 50000 સુધીની લોન માફ કરી દીધી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે લોન માફીના અંતર્ગત ભ્રષ્ટાચાર મોટા પાયે કરવામાં આવ્યો છે.
લોન માફી અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો, હાઇકોર્ટે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો
રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ અને સહકાર વિભાગ સહિતના સંબંધિત બેન્કોને નોટિસ ફટકારીને વર્ષ 2018-19માં ખેડૂતોની 50000 સુધીની લોન માફ કરવાના ભ્રષ્ટાચાર અંગે જવાબ માગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ઈન્દ્રજીત મહાન્તિ અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની ડિવિઝન બેંચે રામસ્વરૂપ વર્મા દ્વારા જાહેર હિતની અરજી પર આ આદેશ આપ્યો હતો.
દસ્તાવેજોમાં, ઘણા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હતા. જેવા લોકોના નામ પણ હતા જેમણ ખરેખર લોન લીધી જ ન હતી. અરજદાર વતી કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારે સહકારી બેંકો અને જમીન વિકાસ બેન્કો દ્વારા આ લોન માફ કરી હતી.
અરજીમાં ધૌલપુર સહિત 28 જેટલા ખેડૂતોના એફિડેવિટ રજૂ કરવામાં આવ્યા છે. આ ખેડૂતો વતી કહેવામાં આવ્યું કે, તેઓએ ક્યારે પણ લોન લીધી નથી, પરંતુ દસ્તાવેજોમાં તેમની લોન માફ કરાઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જેની સુનાવણી બેંચે સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે.