લખનઉ: હાથરસ કેસની આજે લખનઉ હાઇકોર્ટમાં સુનાવણી છે. ત્યારે યુવતીના પરિવારના સભ્યો સ્થાનિક વહીવટ અધિકારીઓ આ તારીખમાં હાજર રહેવાના નથી. જ્યારે કોર્ટની સુનાવણી પર જિલ્લાભરના લોકોની નજર કોર્ટની સુનાવણી પર છે. દરેક વ્યક્તિને જાણવાની ઇચ્છા છે કે, આ કેસમાં હવે શું બહાર આવશે.
સીઆરપીએફે સંભાળી યુવતીના પરિવારની સુરક્ષાની જવાબદારી
સુપ્રિમ કોર્ટના આદેશ પર યુવતીના પરિવારની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળે સંભાળી લીધી છે. રવિવારે સીઆરપીએફની ટીમ યુવતીના ઘરે પહોંચી હતી. આસપાસના વિસ્તારમાં સુરક્ષા લગાવી દીધી છે. સીઆરપીએફના 80 જવાનો યુવતીના પરિવારની સુરક્ષા કરશે.
પરિવારના સભ્યો સુરક્ષાને લઇને સંતુષ્ટ
સીઆરપીએફ દ્વારા સુરક્ષાની જવાબદારી સંભાળ્યા બાદ યુવતીના પરિવારના સભ્યો બોલ્યા કે, સુરક્ષા વ્યવસ્થાને લઇને અમે લોકો સુરક્ષિત છીએ. હવે ન્યાય જોઇએ છીએ.