પટણા: લોકડાઉન દરમિયાન કોડા અને અન્ય રાજ્યોમાં ફસાયેલા બિહારના વિદ્યાર્થીઓને ઘરે પાછા લાવવાના મામલે પટણા હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેની વધુ સુનાવણી 5 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. જસ્ટિસ હેમંતકુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે એડવોકેટ અજયકુમાર ઠાકુર અને અન્ય લોકો દ્વારા દાખલ કરેલી અરજી પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે.
વિદ્યાર્થીઓને પરત લાવવાનો મામલોઃ પટણા હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો - जस्टिस हेमंत कुमार श्रीवास्तव की खंडपीठ
પટણા હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવાનો નિર્દેશ આપતાં વિદ્યાર્થીઓને કોટામાંથી પાછા લાવવાની વ્યવસ્થા શું હશે તે જણાવવાનું કહ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી 5 મેના રોજ હાથ ધરવામાં આવશે.
આ મુદ્દે ગત સુનાવણીમાં હાઇકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમન્સ પાઠવ્યું હતું. કોર્ટે રાજ્ય સરકારને ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને તમામ શક્ય મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. તે જ સમયે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બહારથી કામદારોના પરત લાવવાના સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટની સુનાવણી માટે પેન્ડિંગ છે. જેથી કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપવા માટે પટણા હાઈકોર્ટ પાસેથી એક અઠવાડિયાના સમયની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.
અગાઉ રાજ્ય સરકારે કોર્ટને પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને આધારે અને લોકડાઉન લંબાવાથી આ વિદ્યાર્થીઓને પરત લાવવામાં અસમર્થ છીએ. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવાનો નિર્દેશ આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા શું હશે તે જણાવો. જો કે, આ બાબતે આગામી સુનાવણી 5 મેના રોજ હાથ ધરવામાં આવશે.